બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / DCની જીતને કારણે પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ, પ્લેઓફમાં પહોંચવાની રેસમાં આગળ છે આ ટીમો

IPL 2024 / DCની જીતને કારણે પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ, પ્લેઓફમાં પહોંચવાની રેસમાં આગળ છે આ ટીમો

Last Updated: 10:07 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન સામેની જીત પછી દિલ્હી પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સને પછાડી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. સાથે જ સિઝનની 56 મેચો પછી પણ એકેય ટીમ પ્લેઓફ માટે ટિકિટ મેળવી શકી નથી.

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. સીઝનની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 20 રને પરાજય થયો હતો. આ જીતે રિષભ પંતની ટીમની પ્લેઓફમાં જવાની આશા પણ જીવંત રાખી છે. આ ઉપરાંત ટીમને પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. સાથે જ સિઝનની 56 મેચો પછી પણ એકેય ટીમ પ્લેઓફ માટે ટિકિટ મેળવી શકી નથી.

પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી દિલ્હી

ગઇકાલની આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સને પછાડી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીના પણ હવે 12 પોઈન્ટ છે, જે હૈદરાબાદ અને લખનૌની બરાબર છે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદના સારા નેટ રન રેટને કારણે દિલ્હી તેનાથી થોડું પાછળ છે. જો દિલ્હી તેની આગામી બંને મેચો સારા માર્જિનથી જીતે છે અને હૈદરાબાદ તેની આગામી મેચ હારી જાય છે, તો રિષભ પંતની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.

ચાર ટીમોના ખાતામાં 12-12 પોઈન્ટ

હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તેના ખાતામાં 16 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સના ખાતામાં પણ એટલા જ પોઈન્ટ છે, પરંતુ રાજસ્થાનનો નેટ રન રેટ KKR કરતા સારો નથી. તે જ સમયે, ત્રીજાથી છઠ્ઠા સ્થાન પરની ટીમોના ખાતામાં 12-12 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને એક સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને જવું પડ્યું છે.

ગત વર્ષની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ છેલ્લા સ્થાને

IPL 2024 પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં સાતમા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ ભલે પાંચ વખત ચેમ્પિયન હોય, પરંતુ આ સિઝનમાં તે નવમા સ્થાને છે. એટલું જ નહીં ગત વર્ષની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ છેલ્લા સ્થાને છે.

વધુ વાંચો: સંજુ સેમસન આઉટ કે નોટ આઉટ? IPL 2024 વચ્ચે અમ્પાયર સવાલોના ઘેરામાં, આપ્યા છે ઘણા વિવાદાસ્પદ નિર્ણયો

મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં વધુમાં વધુ 12 પોઈન્ટ મેળવી શકે છે, જ્યારે RCB, PBKS અને ગુજરાત પાસે 14 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આ સાથે જ દિલ્હીએ આ મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને જીવંત રાખી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ