બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / NRI News / પ્રવાસ / કેનેડામાં PR મળવા મુશ્કેલ બનશે, આ સ્કિમ હેઠળ વિઝાના નિયમોમાં મોટા ફેરફાર

NRI / કેનેડામાં PR મળવા મુશ્કેલ બનશે, આ સ્કિમ હેઠળ વિઝાના નિયમોમાં મોટા ફેરફાર

Last Updated: 08:20 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ જણાવ્યું હતું કે આ બધુ બેકલોગ ઘટાડવા અને ફાઇલ કરાયેલી અરજીઓના પ્રોસેસિંગ સમયમાં સુધારો કરવા માટે છે

Canada Startup visa update: ગુજરાતીઓને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. વિવિધ વિઝાઓ પર ગુજરાતીઓ પરિવાર સાથે વિદેશમાં જઇ રહ્યા છે. હજુ પણ ઘણા લોકોને વિદેશ જવું છે પરંતુ પુરતિ માહિતી નહી મળી રહેતા મુઝવણમાં હોય છે. તેમના અનેક સવાલો હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ યુએસ અને કેનેડા જવાનું વધુ પસંદ કરે છે. કેનેડામાં સ્ટડી પતાવીને વર્ક વિઝા પર હોવ કે ગુજરાતથી કેનેડા વર્ક વિઝા પર ગયા હોય તેની એક લિમીટ હોય છે. પરંતુ દરેક દેશ વિઝા પોલીસીમાં ફેરફાર કરતા રહે છે જે જાણવું જરૂરી છે.

Canada-Visa1

અત્યારે કેનેડાનો સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરાયા છે. હવે 30 એપ્રિલથી આ સ્કિમ હેઠળ જે કોઈપણ કેનેડા ગયું હશે તેને PR લેવામાં મુશ્કેલી આવી શકે છે. નિયુક્ત કરાયેલી સંસ્થા દીઠ માત્ર 10 સ્ટાર્ટઅપ્સ જ અરજી કરી શકે છે. જાહેર કરાયેલી એડવાઈઝરીમાં એવું પણ જણાવાયું હતું કે એવા લોકોની અરજીને પહેલા પ્રાધાન્ય મળશે કે જેમના સ્ટાર્ટઅપમાં કેનેડિયન કેપિટલ ઈન્વેસ્ટ હોય અથવા કેનેડાના ટેક નેટવર્ક સાથે જોડાયેલી કોઈ કંપની કે વ્યક્તિ મેમ્બર હોય. કેનેડાએ ગત વર્ષે જુલાઈ મહિનામાં સ્ટાર્ટ અપ વિઝા પ્રોગ્રામને વધારે આકર્ષક કરવા માટેનાં પ્રયાસો કર્યા હતા.

પરંતુ હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની અસર થઇ શકે છે. 30 એપ્રિલથી કેનેડાએ આ સ્કિમ હેઠળ કેનેડામાં આવ્યા હોય અને PR માટેની અરજી કરવી હોય તેની સંખ્યાને પણ સીમિત કરી દેવામાં આવી છે. ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ જણાવ્યું હતું કે આ બધુ બેકલોગ ઘટાડવા અને ફાઇલ કરાયેલી અરજીઓના પ્રોસેસિંગ સમયમાં સુધારો કરવા માટે છે.

આની સાથે તેમને એક અથવા વધુ ડેઝિગ્નેટેડ પાર્ટનર્સ જેમ કે વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ રોકાણકાર જૂથો (જેમને અનુક્રમે ઓછામાં ઓછા 20 હજાર કેનેડિયન ડોલર અને 75,000 કેનેડિયન ડોલર રોકાણ કરવાની જરૂર છે) તરફથી સમર્થન અથવા બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા પ્રોગ્રામમાં સ્વીકૃતિ આવશ્યક છે.

વધુ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

આ વાતનું ધ્યાન રાખો

તમારી જે વર્ક વિઝાની પરમિટ છે તે સાથે રાખવી જરુર છે, કારણ કે જ્યારે તમે વર્ક વિઝા પર હોવ અને કેનેડાથી ગુજરાત કે દેશના અન્ય ભાગમાં રહેલા તમારા ઘરે જાવ છો ત્યારે વાંધો નથી આવતો પરંતુ જ્યારે તમે ફરી કેનેડાની ધરતી પર પગ મૂકો છો ત્યારે તમારી પાસે ઈમિગ્રેશન તપાસ દરમિયાન કેટલાક પૂરાવાની માગણી કરવામાં આવતી હોય છે અને આ સમયે તમારે એ દર્શાવવું પડે છે કે તમે કેનેડા છોડીને ગયા હતા પરંતુ પાછા આવવાનું તમારી પાસે ચોક્કસ કારણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ