Shilpa Shetty discharge in Richard Gere kissing scene from Mumbai court
ચુકાદો /
અભિનેતાએ શિલ્પા શેટ્ટીને જાહેરમાં કરી લીધી હતી કિસ, 15 વર્ષ બાદ આવ્યો ચુકાદો, મુંબઈ હાઇકોર્ટે જુઓ શું કહ્યું
Team VTV04:45 PM, 25 Jan 22
| Updated: 04:48 PM, 25 Jan 22
હોલિવુડ એક્ટરે રિચર્ડ ગિયરે બોલિવુડ અભિનેત્રીને જાહેરમાં કિસ કરી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો જે ઘટનાના 15 વર્ષ બાદ મુંબઇ કોર્ટે નિર્ણય સંભળાવ્યો
શિલ્પા શેટ્ટીને રિચર્ડ ગિયરે જાહેરમાં કરી હતી કિસ
શિલ્પાશેટ્ટી પર દાખલ થયો હતો કેસ
મુંબઇ કોર્ટે શિલ્પાને અપરાધ મુક્ત કરી
વર્ષ 2007નો એ કિસ્સો જ્યારે હોલિવુડ સ્ટાર રિચર્ડ ગિયરે શિલ્પા શેટ્ટીને જાહેરમાં કિસ કરી દીધી હતી. આ ઘટનાના 15 વર્ષ બાદ કોર્ટે આ મામલે નિર્ણય જાહેર કર્યો છે. મુંબઇ કોર્ટે શિલ્પાશેટ્ટીને અશ્લીલતા અને અભદ્રતા જેવા આરોપોથી મુક્ત કરી દીધી છે.
શું કહ્યુ કોર્ટે
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કેતકી છવને શિલ્પાશેટ્ટીને વિક્ટીમ ગણાવી. તેણે જણાવ્યુ કે રિચર્ડ માટે એકટ્રેસ માત્ર એલિમેન્ટ હતી. તેબાદ આ ઘટના બની. પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજોને ધ્યાને રાખીને મેજિસ્ટ્રેટે કહ્યુ કે શિલ્પા પર લાગેલા આરોપ નિરાધાર છે. એવામાં એક્ટ્રેસને તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવે છે.શિલ્પા સામેના કથિત આરોપો સંતુષ્ટ કરનારા નથી. કોઇ પણ દસ્તાવેજમાં આરોપીના વર્તમાન કાર્યનો કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી.આવામાં આ કેસને આઇપીસી કલમ 34 હેઠળ લાવવો યોગ્ય નથી.
એપ્રિલ 2007માં જયપુરમાં એઇડ્સ અંગે જાગૃતિ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને હોલિવૂડ સ્ટાર રિચર્ડ ગેરને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, જ્યારે શિલ્પા શેટ્ટી રિચર્ડ ગેરનો હાથ પકડીને સ્ટેજ પર પહોંચે છે, ત્યારે રિચર્ડ ગિયર પહેલા હાથ પર ચુંબન કરે છે અને પછી શિલ્પા શેટ્ટીને બળજબરીથી પકડીને ગાલ પર ચુંબન કરે છે. આ ઘટનાથી માત્ર ત્યાં હાજર લોકો જ નહીં પરંતુ ખુદ શિલ્પા શેટ્ટી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રિચર્ડના આ વર્તન પછી લોકો એટલા ગુસ્સામાં આવી ગયા કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. શિલ્પા શેટ્ટી પર જાહેરમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
શું કહ્યુ હતું શિલ્પા શેટ્ટીએ
શિલ્પા શેટ્ટીએ એડવોકેટ મધુકર ડાલવી દ્વારા કલમ 239 અને 245 હેઠળ આરોપોમાંથી મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી. શિલ્પા શેટ્ટીએ આવેદનમાં જણાવ્યુ હતુ કે મે રિચર્ડ દ્વારા કરવામાં આવેલી કિસનો વિરોધ કર્યો નહી તેનો મતલબ એ નથી કે હું કોઇ ષડયંત્ર કે અપરાધની ભાગીદાર બની જાઉ. શિલ્પાના આ આવેદનને કલમ 239 હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે કલમ 245 હેઠળ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી, કારણ કે આ કેસમાં ડિસ્ચાર્જની કોઈ જોગવાઈ ન હતી.