PM મોદી દક્ષિણ કોરિયાના બે દિવસીય પ્રવાસે, સિયોલ શાંતિ સમ્માન કરાશે એનાયત

By : admin 08:25 AM, 21 February 2019 | Updated : 08:25 AM, 21 February 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસીય પ્રવાસે દક્ષિણ કોરિયાના સિયોલ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ રવાના થતાં અગાઉ દક્ષિણ કોરિયાને મૂલ્યાવાન મિત્ર અને મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા કાર્યક્રમોમાં વિશેષ ભાગીદાર બતાવ્યો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના જણાવ્યા અનુસાર આ પ્રવાસતી દક્ષિણ કોરિયાની સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બનશે જ્યારે લુક ઇસ્ટ નીતિમાં નવો અધ્યાય જોડાશે. જેમાં ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાનની વ્યવસ્થા વધુ ગાઢ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિપબ્લિક ઓફ કોરિયાની બે દિવસીય આધિકારીક યાત્રા માટે સિયોલ પહોંચ્યા છે. રવાના થતા પહેલા પીએમ મોદીએ ટવિટ કરી જણાવ્યું હતું કે તેઓ બુધવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનના નિમંત્રણ પર કોરિયાના પ્રવાસે જઇ રહ્યાં છે.

આપણે દક્ષિણ કોરિયાને આપણો મૂલ્યવાન મિત્ર માનીએ છીએ. આ પ્રવાસથી દક્ષિણ કોરિયા સાથે દ્વિપક્ષીય સહયોગમાં વધારો થશે.

પીએમ મોદી આ પ્રવાસમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત સાથે દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરશે. જ્યારે સિયોલમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીને સિયોલમાં શાંતિ સન્માન પ્રદાન કરવામાં આવશે. Recent Story

Popular Story