બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Find out the real reason why veterans like Ravi Shankar, Javadekar and Harshvardhan were cut off from Modi government

કેબિનેટ વિસ્તરણ / મોદી સરકારમાંથી રવિશંકર, જાવડેકર અને હર્ષવર્ધન જેવા દિગ્ગજોનું પત્તું કેમ કપાયું, જાણો સાચું કારણ

Hiralal

Last Updated: 08:17 PM, 8 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે રવિશંકર, જાવડેકર અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓનું પત્તુ કાપ્યું છે. મંત્રીમંડળમાં આ મંત્રીઓને જાળવી રાખવાના ઘણા કારણો છે.

  • રવિશંકર, જાવડેકર અને હર્ષવર્ધન સહિત 12 મંત્રીઓનું પત્તુ કપાયું
  •  ટ્વિટર વિવાદને કારણે રવિશંકરનું ખાતુ છીનવાયું હોવાની ચર્ચા
  • પ્રકાશ જાવડકેરે સરકારની બગડેલી છાપ સુધારવા કંઈ ન કર્યું હોવાની અટકળ
  • કોવિડ મિસમેનેજમેન્ટને કારણે હર્ષવર્ધનને હટાવાયા હોવાનું લાગી રહ્યું છે. 

ટ્વિટર વિવાદને કારણે રવિશંકર પ્રસાદનું પત્તુ કપાયું
 ટ્વિટરનો વિવાદ શરુઆતથી સારી રીતે હેન્ડલ ન કર્યો હોવાથી તથા તેને કારણે સરકાર અને પીએમ પર સવાલ ઉઠ્યાં આ કારણે રવિશંકર પ્રસાદની કેન્દ્રીય કેબિનેટમાંથી હકાલપટ્ટી થઈ હોવાનું માનવામાં આવે છે. 

આ કારણે જાવડેકરનું રાજીનામું લઈ લેવાયું 

માહિતી અને પ્રસારણ મંત્રીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સરકારના પ્રવક્તા હોવાને નાતે જાવડેકરે અને તેમના મંત્રાલયની જવાબદારી હતી કે તેઓ કોરોના કાળમાં સરકારની ઈમેજને સારી બનાવવા પગલાં ભરે પરંતુ તેમનું મંત્રાલય આ કામ ન કરી શક્યું. તે ઉપરાંત દેશી મીડિયાની સાથે વિદેશી  મીડિયામાં પણ સરકારની ઘણી ટીકા થઈ અને સીધી પીએમની ઈમેજ પર અસર પડી. મોટી ઉંમરને કારણે જાવડેકરને હટાવાયા હોવાનું પણ જણાવાય છે.

કોવિડ મિસમેનેજમેન્ટને કારણે હર્ષવર્ધનને હટાવાયા
કોરોનાની બીજી લહેરમાં હર્ષવર્ધનના સ્વાસ્થ્ય મંત્રાલયની જે પ્રકારનો ગેરવહિવટ દેખાણો તે જોતા તો મોદી સરકારે તેમનું રાજીનામું લઈ લીધું હોય તેવું લાગી રહ્યો છે. 

બાબુલ સુપ્રિયોને બંગાળમાં ભાજપની હારની સજા મળી
બંગાળમાં ભાજપની હારની સજા બાબુલ સુપ્રિયોને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રી હોવા છતાં પણ બાબુલ સુપ્રિયો વિધાનસભાની સીટ પણ જીતી ન શક્યા. તેમના કેટલાક નિવેદનોથી પણ ભાજપની આબરુ ધૂળમાં મળી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Expansion cabinet expansion in Rashtrabhavan live modi cabinet reshuffle કેબિનેટ ફેરબદલ મોદી કેબિનેટ વિસ્તરણ મોદી સરકારનું મંત્રીમંડળ cabinet expansion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ