નિવેદન / નીતિશ કુમારને દિગ્વિજય સિંહની સલાહ, કહ્યું દેશ બચાવો ભાજપ/સંઘનો સાથ છોડી તેજસ્વીને સાથ આપો

bihar election result 2020 digvijaya singh gave suggestion to nitish kumar ask him to leave bjp and rss nda alliance

બિહાર ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. જનતાએ ફરી એકવાર નીતિશ કુમારના નેતૃત્વ વાળી એનડીએ ગઠબંધનને આવનારા 5 વર્ષો માટે સત્તા સોંપી છે. ત્યારે રાજદ નીત મહાગઠબંધન પણ 110 સીટો પર મજબૂતી સાથે ઉભર્યુ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે નીતિશ કુમારને સંઘ અને ભાજપનો સાથ છોડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે દેશને બર્બાદ થવાથી બચાવવા માટે નીતિશ કુમારે ભાજપનો અને સંઘનો સાથ છોડી તેજસ્વીનો સાથ આપવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ