બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Biggest Data Theft Police India Netflix Paytm Credit Card Debit Card Youtube Instagram Amazon PhonePe Online Sale Of Data Cyberabad police arrest

BIG NEWS / ભારતના ઈતિહાસની સૌથી મોટી ડેટા ચોરી: Paytm, Zomato, Netflix પરની તમારી માહિતી 'ઓન સેલ'

Pravin Joshi

Last Updated: 12:02 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીઓ પાસેથી Amazon, Netflix, YouTube, Paytm, PhonePe, Big Basket, BookMyShow જેવી કંપનીઓનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. યુપીના 21.39 કરોડ લોકોનો જ ડેટા રિકવર થયો છે.

  • ભારતમાં ડેટાની સૌથી મોટી ચોરી
  • ડેટા ચોરીના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ 
  • 700 મિલિયન લોકોના ડેટાની કરી ચોરી
  • નેટવર્ક હરિયાણાથી ચાલતું હતું

હાલમાં ભારતમાં એક સૌથી મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં લાખો લોકોના ડેટા ચોરી કરી લેવામાં આવ્યા છે. 66.9 કરોડ લોકો... કોઈના PAN વિગતો, કોઈના Netflix એકાઉન્ટની માહિતી... કોઈના Paytm નંબરની માહિતી, કોઈનો અંગત ડેટા... કદાચ ભારતમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ડેટા ચોરી છે. હૈદરાબાદ, તેલંગાણાની સાયબરાબાદ પોલીસે ડેટા ચોરીના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે તેના કબજામાંથી મળી આવેલા મોબાઈલ અને લેપટોપની તપાસ કરવામાં આવી તો તેમાં કરોડો લોકોનો અંગત ડેટા હતો.

આ વ્યક્તિની પોલીસે 31 માર્ચે લગભગ 700 મિલિયન લોકો અને કંપનીઓના ડેટાની ચોરી અને વેચાણ કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રિકવર કરાયેલો ડેટા 24 રાજ્યો અને 8 મેટ્રો શહેરોના લોકો સાથે સંબંધિત હતો. દિલ્હીથી લઈને ગુજરાત સુધી આ સાયબર ચોર પાસે ક્રેડિટ કાર્ડથી લઈને લોકોની માર્કશીટ સુધીનો ડેટા હતો. આ તમામ ડેટા એક વેબસાઈટ પર ઓનલાઈન વેચાઈ રહ્યો હતો. આવો જાણીએ આ સૌથી મોટી ડેટા ચોરીની સંપૂર્ણ સ્ટોરી...


  
નેટવર્ક હરિયાણાથી ચાલતું હતું

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિનય ભારદ્વાજ છે, જે હરિયાણાના ફરીદાબાદથી InspireWebz નામની વેબસાઈટ દ્વારા લોકોનો ડેટા ઓનલાઈન વેચતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બાયજસ અને વેદાંતુ જેવી ઓનલાઈન એજ્યુકેશન અને ટેક્નોલોજી સંસ્થાઓનો ડેટા મેળવ્યો છે. આ સાથે જ વ્યક્તિ પાસેથી 24 રાજ્યોના GST અને RTOનો ડેટા પણ મળી આવ્યો છે.

 

અધિકારીઓ અને વિદ્યાર્થીઓનો પણ ડેટા મળી આવ્યો

પોલીસે આરોપીઓ પાસેથી સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, સરકારી કર્મચારીઓ, પાન કાર્ડ ધારકો, વરિષ્ઠ નાગરિકો અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવી છે. તેની પાસે દિલ્હીના વીજ ગ્રાહકો, ડી-મેટ એકાઉન્ટ, ઘણા લોકોના મોબાઈલ નંબર, NEET વિદ્યાર્થીઓનો ડેટા, દેશના ઘણા અમીર લોકો સાથે જોડાયેલી ગોપનીય માહિતી, વીમા ધારકોની વિગતો, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિત ઘણો ડેટા મળ્યો છે.

135 કેટેગરીના ગોપનીય અને ખાનગી ડેટા મળી આવ્યા 

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ ખરીદદારોને ક્લાઉડ ડ્રાઇવ લિંકમાં ડેટાબેઝ વેચ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ અને બે લેપટોપ જપ્ત કર્યા છે, જેમાં સરકારી, ખાનગી કંપનીઓ અને લોકો સાથે સંબંધિત 135 કેટેગરીના ગોપનીય અને ખાનગી ડેટા મળી આવ્યા છે.

કયા રાજ્યમાંથી કેટલા લોકોના ડેટાની ચોરી થઈ?

જો આ સૌથી મોટી ડેટા ચોરીમાં રાજ્યવાર આંકડાઓની વાત કરીએ તો આરોપીઓ પાસેથી ઉત્તર પ્રદેશના 21.39 કરોડ લોકોનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. આ પછી મધ્યપ્રદેશના 4.50 કરોડ, દિલ્હીના 2.70 કરોડ, આંધ્રપ્રદેશના 2.10 કરોડ, રાજસ્થાનના 2 કરોડ અને જમ્મુ-કાશ્મીરના 2 કરોડ લોકોના ડેટા ચોરાયા છે. આ યાદીમાં કેરળમાં 1.57 કરોડ, પંજાબમાં 1.5 કરોડ, બિહારમાં 1 કરોડ અને હરિયાણામાં 1 કરોડ લોકોનો ડેટા સામેલ છે. ડેટાના આ તિજોરીમાં મ્યુચ્યુઅલ ફંડથી લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુધીની માહિતી ચોરાઈ હતી. આરોપીઓ પાસેથી Amazon, Netflix, YouTube, Paytm, PhonePe, Big Basket, BookMyShow જેવી કંપનીઓનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Big Big Basket Biggest Data Theft BookMyShow Credit card Data Theft Debit Card India Instagram Netflix Online Sale accused Paytm PhonePe Police YouTube amazon data ઓન સેલ ડેટા ચોરી ભારતના ઈતિહાસની સૌથી મોટી ડેટા ચોરી Biggest Data Theft in india
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ