બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

VTV / ગુજરાત / અમદાવાદ / | Takshvi Vaghani, whose skating you won't want to blink holds a place in the India Book of Records

સિદ્ધિ / તક્ષ્વી વાઘાણી, જેનું સ્કેટિંગ જોઇ તમને આંખનો પલકારો મારવાનું મન નહીં થાય, ધરાવે છે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

Vishal Khamar

Last Updated: 02:16 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કહાણી છે નાનપણમાં જ દુનિયાને પોતાની પ્રતિભાથી આંજી નાખનાર એક બાળકીની. આ દીકરી એવું સ્કેટિંગ કરે છે કે તમે આંખનો પલકારો મારવાનું પણ ભૂલી જાઓ. કોણ છે આ દીકરી અને શું છે તેની સિદ્ધિ આવો જાણીએ.

અમદાવાદની તક્ષ્વી વાઘાણી છે તો માત્ર 6 વર્ષની પરંતુ આ નાનકડી દીકરીએ નાની ઉંમરમાં સ્કેટિંગમાં જે માસ્ટરી મેળવી છે તે ભાગ્યેજ કોઈ કરી શકે. તક્ષ્વીને લિમ્બો સ્કેટિંગ કરતી જુઓ તો તમે વાહ બોલ્યા વિના ભાગ્યે જ રહી શકો. તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તે તેનો હુનર બની ગયો છે. લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ એટલી કુશળતા મેળવી છે કે જાણે પાણી પર માછલીને તરતી જોઈ લો.

ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે

તક્ષ્વીના રેકોર્ડની જો વાત કરીએ તો લિમ્બો સ્કેટિંગમાં તક્ષ્વીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વાત તક્ષ્વીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોય પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે. આજે તક્ષ્વીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે. તક્ષવીએ 16 સેમી હાઈટ નીચે 25 મીટર સુધી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યુ અને તેને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે.

તક્ષ્વી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી

તક્ષ્વી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર માત્ર 6 વર્ષની છે અને તેના માતા પિતા ડેન્ટલ સર્જન છે. તક્ષ્વીની આ સિદ્ધિ પાછળ તેના માતા-પિતાનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે. કોરોનાકાળમાં દીકરીને રમત ગમત સાથે જોડવા સમાન્ય સ્કેટિંગ શરૂ કરાવ્યું. ત્યારબાદ તેને પ્રોફેશનલ એકેડમીમાં તાલીમ માટે મોકલવામાં આવી અને લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ છે. જેમાં ખૂબ ઝડપી પ્રોગ્રેસ જોવા મળ્યો અને શરૂ થઈ તક્ષવી વાઘણીની સફળતાની શરૂઆત. 

વધુ વાંચોઃ કરોડોના ખર્ચે સુરતના શાહ ગામે બ્રિજ તો બન્યો, પરંતુ મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઇ જતા ગ્રામજનો અકળાયા 

અતિશય ચેલેન્જિંગ અને મહેનત માગી લેતા લિમ્બો સ્કેટિંગમાં તક્ષવી ઘણી મહેનતથી આગળ વધી રહી છે અને અર્જુનની આંખની જેમ તેનો ગોલ સેટ છે, જે છે ઓલમ્પિક રમીને ગોલ્ડ મેડલ મેળવવો. ત્યારે તક્ષવી જલ્દી તેના ગોલ સુધી પહોંચે એ જ શુભેચ્છા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ