બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં CIDએ કરી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, હનીટ્રેપનો શિકાર બન્યાનો ખુલાસો

કાર્યવાહી / ભરૂચમાં CIDએ કરી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, હનીટ્રેપનો શિકાર બન્યાનો ખુલાસો

Last Updated: 04:49 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch News: ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ પ્રવીણકુમાર મિશ્રાની CIDએ કરી ધરપકડ, આરોપી ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો

ભરૂચમાં CIDને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની જાસૂસ પ્રવીણકુમાર મિશ્રાને સીઆઈડીએ ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, આ આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપી પાકિસ્તાની એજન્ટના હનીટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે. અત્યારે CIDએ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

c

CID ક્રાઈમના ADGPનું નિવેદન

CID ક્રાઈમના ADGP રાજ કુમાર પાંડિયએ જણાવ્યું કે, આર્મી ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે સર્વલેન્સ કરવામાં આવ્યું હતું. આરોપીનો મોબાઈલ ચેક કરતા પાકિસ્તાન ISI હેન્ડલર સાથે સંપર્ક હતો. સોનલ ગર્લ નામથી હેન્ડલરનું નામ ખુલ્યું છે. આ મહિલાએ પ્રવિણને હનીટ્રેમા ફસાવ્યો હતો. ફેસબુક મારફતે મિત્રતા કરી હતી. ભારતની ગુપ્ત માહિતી મેળવી પાકિસ્તાન મોકલતો હતો. પ્રવિણ મિશ્રા એન્જીનીયર હતો અને પ્રવિણ હૈદરાબાદમાં એક સંસ્થામાં નોકરી કરતો હતો

અગાઉ પણ પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો

અત્રે જણાવી કે, થોડા દિવસ અગાઉ ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મોહમ્મદ સકલીનની ધરપકડ કરી હતી. જામનગરના રહેવાસી મહંમદ સકલેને સીમકાર્ડ ખરીદીને ભારતીય નંબર પર વોટ્સએપ એક્ટિવ કરી દીધું હતું. તે વોટ્સએપ નંબરથી જમ્મુ-કાશ્મીરમાં સેનાની જાસૂસી કરતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત એટીએસ દ્વારા આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પકડાયા હતા. આજે તેમાંથી એક આરોપી સકલીન જે ફરાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

વાંચવા જેવું: હાર્ટ એટેકથી મૃત્યુનો સીલસીલો યથાવત, રાજકોટમાં હૃદય રોગના કારણે ત્રણના મોત

તપાસનો ધમધમાટ ચાલ્યો હતો

જામનગરમાં આર્મીની જાસૂસી મામલે ગુજરાત એટીએસ દ્વારા 7 પાકિસ્તાની એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી બે જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાંચ એજન્ટો ફરાર હતાં. આ જાસૂસ પાકિસ્તાની સંસ્થા સાથે કોઈ નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનું ખુલ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ