બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / રાજકોટ / હાર્ટ એટેકથી મૃત્યુનો સીલસીલો યથાવત, રાજકોટમાં હૃદય રોગના કારણે ત્રણના મોત

કરુણાંતિકા / હાર્ટ એટેકથી મૃત્યુનો સીલસીલો યથાવત, રાજકોટમાં હૃદય રોગના કારણે ત્રણના મોત

Last Updated: 04:10 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News:રાજકોટમાં હૃદય રોગના કારણે વઘુ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાથી ચકચાર મચી ગઈ છે.27 વર્ષીય આરતી ગોહેલ અચાનક બેભાન થઈ જતા તેનું મોત થયું હતું

Heart Attack News:છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હૃદય રોગના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે

HA

રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણના મૃત્યુ

કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે.ત્યારે રાજકોટમાં હૃદય રોગના કારણે વઘુ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાથી ચકચાર મચી ગઈ છે.27 વર્ષીય આરતી ગોહેલ અચાનક બેભાન થઈ જતા તેનું મોત થયું હતું.જ્યારે 28 વર્ષીય આકાશ ગડિયા નામનો વ્યક્તિ બેભાન થઈ જતા તેનું મૃત્યુ થયું હતું. સુરત રહેતો આકાશ રાજકોટ મિત્રને ત્યાં આવ્યો હતો. જ્યારે 47 વર્ષીય પંકજ ચૌહાણનું બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં તેમનું મોત થયું હતું

hart ATTACK

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ

હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.

શું છે હાર્ટ એટેક?

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.

વાંચવા જેવું: ભાવનગરથી અયોધ્યા સુધી રોડ પર દડદડ દંડવત યાત્રા, આકરી ગરમીમાં 75 વર્ષના બાપુની અડગ આસ્થા

હાર્ટ એટેકનાં લક્ષણો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ