બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરથી અયોધ્યા સુધી રોડ પર દડદડ દંડવત યાત્રા, આકરી ગરમીમાં 75 વર્ષના બાપુની અડગ આસ્થા

પંચમહાલ / ભાવનગરથી અયોધ્યા સુધી રોડ પર દડદડ દંડવત યાત્રા, આકરી ગરમીમાં 75 વર્ષના બાપુની અડગ આસ્થા

Last Updated: 03:40 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરથી અયોધ્યા સુધી દંડવત યાત્રાએ 75 વર્ષનાં બાપુ નીકળ્યા છે. અડગ આસ્થા, આકરી ગરમીમાં પણ તેઓ નિરંતર યાત્રા કરી રહ્યા છે. 40 ડિગ્રી તાપમાન વચ્ચે દંડવત યાત્રા કરી છે. તેમજ1600 કિમીની કઠોર તપશ્ચર્યા સાથે યાત્રા અવિરત ચાલુ છે.

ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિ,ત્રિરંગા ની આન બાન શાન અને જન કલ્યાણની ભાવના માટે આજેપણ સંતો, મહંતો અને ધર્મ તથા દેશપ્રેમીઓ આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની ભાવના પૂર્ણ થવાની આકરી ટેક લેતાં હોય છે અને આ સૌના અથાગ પ્રયાસો બાદ સફળ પરિણામ પણ મળી રહ્યા છે.ઉલ્લેખનીય છેકે હાલ ની અંગ દઝાડતી ગરમીમાં સૌ એસી અને કુલર ના સહારા લઈ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે એક સંત દેશ હિતના ઉદાર ભાવ સાથે ડામર રોડ ઉપર આળોટતા દંડવત યાત્રા કરી રહ્યા છે એટલે જ કહેવાય છે કે આ સંતો મહંતો ની ભૂમિ છે.આજે અમે એક એવા જ સંત સ્વરૂપા રામભક્ત રાઘવજી મહારાજની કઠોર તપશ્ચર્યા અને તેઓએ લીધેલી ટેક અંગે આપને જણાવીશું અને બતાવીશું.

vlcsnap-2024-05-09-15h09m41s547

40 ડિગ્રી તાપમાન વચ્ચે દંડવત યાત્રા

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થાય અને ભગવાન રામ એમાં બિરાજમાન થાય એવો ભાવ ભારતવર્ષમાં કરોડો દેશવાસીઓ વર્ષોથી વ્યક્ત કરી રહ્યા હતા અને અંતે આ શુભ ઘડી 22 જાન્યુઆરી 2024ના રોજ આવી ગઈ અને હિન્દુસ્તાન ની ધરતી ઉપર જાણે રામ રાજ્યની સ્થાપના થઈ હોય એવો હર્ષોલ્લાસ દેશવાસીઓ માં જોવાયો હતો.બીજી તરફ સૌરાષ્ટ્રમાં આવેલા બગદાણાના સંત રાઘવજી મહારાજે પણ આ શુભ દિવસ થી પોતાના ગુરૂ મદનમોહન દાસ બાપુ ખાખી કુંઢડા ના આશીર્વાદ થકી બગદાણા થી અયોધ્યા સુધીના અંદાજીત 1600 કિલોમીટર ની લાંબી યાત્રા એક કઠોર તપશ્ચર્યા સાથે શરૂ કરી હતી.સંત રાઘવજી મહારાજના મન નો આંતરિક ભાવ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય એવો હતો જે પરિપૂર્ણ થયો જેથી તેઓ પોતાના દ્રઢ સંકલ્પ ને પૂર્ણ કરવા ઉપરાંત સમગ્ર સૃષ્ટિ નું જનકલ્યાણ થાય અને ભારત વિશ્વમાં મોખરે સ્થાન પ્રાપ્ત કરે એવા ભાવ સાથે તેઓએ આળોટતા આળોટતા દંડવત યાત્રા શરૂ કરી છે.

વધુ વાંચોઃ પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરીનું કાવતરું, શિક્ષકે 10 લાખના ખંખેર્યા, એક બાતમીથી ખેલ ઉઘાડો

રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઉભા રહી દર્શન કરી

આ યાત્રા થકી રાઘવજી મહારાજ હાલ 350 જેટલા કિલોમીટર નું અંતર કાપી કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી વચ્ચે પંચમહાલ જીલ્લાના એક્સઠ પાટીયા હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે.સંત રાઘવજી ની કઠોર તપશ્ચર્યાને નિહાળી માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઉભા રહી દર્શન કરી રહ્યા છે .કેટલાક ભક્તો સેવાકાર્ય માં જોડાઈ રહ્યા છે.રાઘવજી મહારાજ દરરોજ અંદાજીત ચાર કિલોમીટર અંતર કાળઝાળ ગરમીમાં આળોટતા આળોટતા પસાર કરી રહ્યા છે તેઓને અયોધ્યા પહોંચતા અંદાજીત દોઢ વર્ષ નો સમય લાગશે.દરમિયાન તેઓને તમામ ઋતુ અને માર્ગની સ્થિતિ તેમજ ટ્રાફિકની આકરી કસોટી માંથી પાર થવાનું છે. પરંતુ કહેવાય છે ને કે હોય વિષય શ્રદ્ધા નો તો અડગ મનના માનવી ને હિમાલય પણ નથી નડતો આજ ભાવ સાથે સંત રાઘવજી પોતાના દ્રઢ સંકલ્પ ને પૂર્ણ કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ