બ્રેકિંગ ન્યુઝ
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફરી આવી રહી છે રાજામૌલીની "બાહુબલી"ની આગામી સીરીઝ,OTT પર આ તારીખે થશે રિલીઝ
Last Updated: 12:00 PM, 9 May 2024
વર્ષ 2015માં આવેલી એસ એસ રાજામૌલીની "બાહુબલી: ધ બિગીનિંગ" મૂવીએ લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાર બાદ આવેલી "બાહુબલી: ધ કોનક્લૂઝન" મુવી પણ બધાને પસંદ પડી હતી. જેને કમાણીના રેકોર્ડ પણ તોડી નાખ્યાં હતાં. હવે રાજામૌલી તેમની નવી મુવીની તૈયારીમાં લાગી ગયા છે. તેમની આગામી મૂવીમાં મહેશ બાબુ લીડ રોલમાં જોવા મળશે.
ADVERTISEMENT
રાજામૌલીની આગામી મૂવી SSMB29 ખૂબ ઊંચા બજેટમાં બનવાની છે. તેનું બજેટ 1000 કરોડ હશે તેમ રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે. આ મૂવી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂવી હશે. આ દરમિયાન 1 મેના રોજ રાજામૌલીની અનલિમિટેડ સીરીઝ "બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ"નું ટ્રેલર લોન્ચ થયું છે. આ એનિમેશન સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 17 મેના રોજ સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
"બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ" એનિમેશન સીરીઝને જીવન જે કાંગ અને નવીન જોને ડાયરેક્ટ કર્યું છે. આ સીરીઝને લઇ હૈદરાબાદમાં એક ઇવેન્ટ યોજાઈ હતી જ્યાં રાજામૌલી પોહચ્યા હતા. જ્યાં તેમને કહ્યું હતું કે બાહુબલી ફ્રેન્ચાયજીને અનેક માધ્યમ મારફતે એક્ષપેન્ડ કરાઈ રહી છે. તેમને બાહુબલીના વિસ્તાર વિશે ચર્ચા કરી હતી.
રાજામૌલીએ આ અનીમેટેડ સીરીઝ પર વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્નમાં મૂવીમાં કોઈ બ્રાન્ડ બને છે ત્યારે તેઓ અલગ લેવલ પર પોહચી જાય છે. અમે અત્યાર સુધી બાહુબલીની ગેમ અને સીરીઝ બનાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જે મુજબ અપેક્ષા હતી તે મુજબનું કશું જ નથી થયું. બાહુબલીની સીરીઝ માત્ર એનિમેશન પૂરતી સીમિત નહીં રહે પણ તેને બીજા સ્વરૂપમાં પણ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,"બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ" એનિમેશન સીરીઝના ટ્રેલરમાં જોઈ શકાય છે કે,બાહુબલી અને ભલ્લાલદેવના વીરતાના કારનામાં પર પ્રકાશ પડાયો છે. જેમાં તેઓ વિલન રક્તદેવનો સામનો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT