બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / A bridge was built in Shah village of Surat at the cost of crores but the contractor is missing

લાલિયાવાડી / કરોડોના ખર્ચે સુરતના શાહ ગામે બ્રિજ તો બન્યો, પરંતુ મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઇ જતા ગ્રામજનો અકળાયા

Last Updated: 03:16 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના શાહ ગામ નજીક ગ્રામજનોની સુવિધા માટે કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યો. પરંતુ આ જ બ્રિજ ગામલોકો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

સુરતના કિમ-માંડવી સ્ટેટ હાઈવેને જોડતો તડકેશ્વર-મોસાલી રોડ કે જ્યાં શાહ ગામ નજીક લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાહગામ નજીક આવેલી ખાડી પર વર્ષો પહેલા એક માર્ગીય રસ્તો હતો અને તેના પર લો-લેવલ બ્રિજ હતો. જેથી ગ્રામજનોની માગ હતી કે અહીં ઉંચો બ્રિજ બનાવવામાં આવે છે. ત્યાર બાદ બ્રિજ મંજૂર પણ થયો અને બની પણ ગયો. પરંતુ ગ્રામજનોને રાહત નથી મળી. કારણકે બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે. બ્રિજના બંને છેડે ડામર પાથરવાને બદલે માત્ર મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો છે. કોન્ટ્રાક્ટની આવી બેદરકારીનો ભોગ ગ્રામજનો બની રહ્યાં છે. કોન્ટ્રાક્ટરના આવા કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. 

માર્ગ મકાન વિભાગનાં અધિકારીએ શું કહ્યું?
બાઈક સવાર કેવી રીતે પસાર થઇ રહ્યા હશે તે એક પ્રશ્ન છે. વાત એટલેથી નથી અટકતી. આ બ્રિજની નજીકથી જ હાઈટેન્શન વીજલાઈન પસાર થાય છે. ત્યારે બ્રિજ પરથી પસાર થતા ટ્રક અને બસ જેવા મોટા વાહનો તેની સાથે અથડાવાનો પણ ભય સતત રહે છે. ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પણ મોટો સવાલ છે.  આ બાબતે જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ શ્રમિકોના અભાવે કામ બંધ હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા.

વધુ વાંચોઃ બિસ્માર રોડ લોકો માટે બન્યો આફત, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ

વિકાસ કામો પાછળ કરોડો રૂપિયા વપરાય છે. પરંતુ આ વિકાસ કામો યોગ્ય થાય છે કે નહીં તે જોવાનો અધિકારીઓ કે નેતાઓ પાસે સમય નથી. એટલું જ નહીં કામમાં વેઠ ઉતારનાર એજન્સી સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી. જેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે. ત્યારે સુરતમાં પણ બ્રિજના કામમાં બેદરકારી દાખવનાર એજન્સી સામે ક્યારે કાર્યવાહી થશે અને ક્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવશે તે જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

negligence surat trouble to villagers ગ્રામજનોને મુશ્કેલી બેદરકારી માર્ગ મકાન વિભાગ સુરત surat
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ