બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / NRI News / વિશ્વ / ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ખર્ચ વધશે, સ્ટુડન્ટ વિઝા માટેની બચત રકમમાં બીજી વખત થયો વધારો

NRI ન્યૂઝ / ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ખર્ચ વધશે, સ્ટુડન્ટ વિઝા માટેની બચત રકમમાં બીજી વખત થયો વધારો

Last Updated: 04:12 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચ શિક્ષણ માટે લોકો અન્ય દેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ભણવા જતા ઈચ્છતા લોકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પહેલેથી હાઉસિંગની અછત ઉભી થવાનાં કારણે વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હાઉસિંગની અછતનાં કારણે વિદેશ જતા વિદ્યાર્થીઓનાં ખીસ્સા પર પણ બોજ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સાત મહિનામાં બીજી વખત વિઝા માટેની બચતની રકમમાં પણ વધારો કર્યો છે. તેમજ ઓસ્ટ્રેલિયા દ્વારા લેવામાં આવતી અંગ્રેજીની પરીક્ષામાં પણ વધુ ગુણ મેળવવા પડશે.

આ સમગ્ર મામલે નવા નિયમો શુક્રવારથી જ અમલી બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જો કોઈ પણ ભારતીયને ઓસ્ટ્રેલિયા ખાતે સ્ટુ઼ડન્ય વિઝા જોઈએ તો 19,576 અમેરિકન ડોલ એટલે 29710 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દેખાડવી જરૂરી છે. તેમજ સાત મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાએ સ્ટડન્ટ વિઝા માટે નાણાંની જરૂરિયાતમાં બીજી વખત વધારો કર્યો છે. ઓક્ટોમ્બર મહિનામાં આ રકમ 21000 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 24505 ઓસ્ટ્રેલિયન ડોલર કરાઈ હતી. ત્યારે હવે ફરીથી આ રકમમાં વધારો કરી 29710 ઓસ્ટ્રેલિયન ડોલર કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા

કોવિડ સમયે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થીઓને છૂટ છાટ આપવામાં આવી હતી. જેથી માઈગ્રેશનમાં રેકોર્ડ સર્જાયો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી મકાનોનાં ભાડા પણ વધી ગયા છે. જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ન હલ કરવાને બદલે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા પર અંકુશ મુકવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં કામ કરવા આવતા લોકો માટે હવે દ્વાર બંધ થઈ

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી આવડતનાં ધોરણોમાં માર્ચ મહિનાથી વધારી દીધા છે. ત્યારે હવે જે વિદ્યાર્થીઓ ખરેખર ઓસ્ટ્રેલિયા ભણવા જવા ઈચ્છતા હોય તે જ લોકો ત્યાં જઈ શકે છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં કામ કરવા આવતા લોકો માટે હવે ઓસ્ટ્રેલિયાનાં દ્વાર બંધ થઈ જવા પામ્યા છે.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી દ્વારા પણ નિયમો કડક બનાવ્યા

ઓસ્ટ્રેલિયન સરકાર બાદ સ્થાનિક યુનિવર્સિટીઓ તેમજ કોલેજો દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. કોલેજો દ્વારા હવે જેન્યુઈન ન હોય તેવા લોકોની ભરતી પ્રક્રિયા બંધ કરવી પડશે. તેમજ જો તેવું કરવામાં નહી આવે તો તેમની સામે પગલા ભરવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મૂકવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા સખ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે સરકાર દ્વારા કડક વલણ અપનાવતા કહ્યું કે, જેન્યુઈન સ્ટુડન્ટ ન હોય તેવા લોકોને પ્રવેશ આપવો નહી. તેમજ નાણાંકીય ક્ષમતાથી લઈને અંગ્રેજી ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે.

વધુ વાંચોઃ આ દેશમાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે, માત્ર કરવું પડશે આ કામ

હાઉસિંગનો ભાવ વધતા લોકોનું બજેટ ખોરવાયું

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા એક ક્વાર્ટર પર નજર કરીએ તો શેર્ડ રૂમ અથવા ડોર્મેટરીનાં ભાડામાં 15 ટકાનો વધારો થયો છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં આશરે સવા લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ વસવાટ કરે છે. તેમજ ચીન પછી ભારતીયો બીજા નંબર પર છે. ઘણા વિદ્યાર્થીઓ દ્વારા એવી પણ ફરિયાદ કરવા્માં આવી રહી છે કે હાઉસિંગનો ભાવ વધવાના કારણે તેમનુ બજેટ ખોરવાઈ રહ્યું છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામા 5.10 લાખ લોકો ઈમિગ્રેશન કરીને ગયા હતા. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નવી જાહેરાત પછી આંકડો ઘટીને અઢી લાખનો થઈ જાય તેવી શક્યતાઓ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ