બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એક ઝટકામાં ઉડ્યાં 7 લાખ કરોડ, રાતા પાણીએ રોયા રોકાણકારો, આ શેર્સમાં સૌથી વધારે કડાકો

કારોબાર / એક ઝટકામાં ઉડ્યાં 7 લાખ કરોડ, રાતા પાણીએ રોયા રોકાણકારો, આ શેર્સમાં સૌથી વધારે કડાકો

Last Updated: 05:24 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં આજે હાહાકાર મચ્યો છે. શેરોમાં એટલો મોટો કડાકો આવ્યો કે રોકાણકારોના 7 લાખ રુપિયા ઉપડી ગયા હતા.

શેરબજાર બહુ મોટા જોખમનો ધંધો છે અને આ વાતનું ઉદાહરણ આજે જોવા મળ્યું. ગુરુવારે શેરબજારમાં મોટો બ્લડબાથ જોવા મળ્યો હતો. નિફ્ટી 345 પોઈન્ટ ઘટીને 22,000થી નીચે આવી ગયો હતો અને સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72,404 ના સ્તર પર બંધ થયો હતો.

આજનો કડાકો અઠવાડિયાનો સૌથી મોટો

ગુરુવારનો કડાકો અઠવાડિયાનો સૌથી મોટો કડાકો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 75000થી ઘટીને 72 હજારની નજીક પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 22,750થી તૂટીને 21,957 પર બંધ થયો છે.

25 શેરોમાં મોટો ઘટાડો

બીએસઈ લિસ્ટેડ ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 5 શેરોમાં વધારો થયો હતો. ટાટા મોટર્સના શેરમાં લગભગ 2 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.48 ટકા, એસબીઆઇના શેરમાં 1.27 ટકા અને ઇન્ફોસિસ, એચસીએલના શેરમાં નજીવો વધારો થયો છે.

સૌથી મોટો ઘટાડો એલએન્ડટીના શેરમાં 5.56 ટકા

સૌથી મોટો ઘટાડો એલએન્ડટીના શેરમાં જોવા મળ્યો હતો. આ પછી, એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇટીસી, બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેંકના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે.

કયા કારણોસર બોલ્યો આટલો મોટો કડાકો

શરુઆતનું ટ્રેડિંગ સારુ રહ્યું પરંતુ ત્યાર બાદ જોરદાર પ્રોફિટ બુકિંગને કારણે વેચવાલી હાવી થઈ જતાં બજાર ધરાશાયી થઈ ગયું હતું અને રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબી ગયાં હતા. કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે પણ શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટીની પણ માર્કેટ પર નેગેટિવ અસર પડી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) અને લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)એ બજારના કડાકામાં મોટી ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો : 'બચાવી લો સાહેબ, નહીંતર રજની મને ધંધો કરાવશે', વૈશ્યાવૃતિથી આવી રીતે બચી મહિલાઓ

રોકાણકારોના ઉડ્યાં 7.3 લાખ કરોડ

શેરબજારમાં પૈસા રોકનારાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મોટા કડાકામાં રોકાણકારોએ 7.3 લાખ કરોડ ગુમાવ્યાં હતા. ગુરુવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 7.3 લાખ કરોડ રૂપિયા ઘટીને 393.73 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે એક દિવસ પહેલા 400 લાખ કરોડ રૂપિયાના આંકડા પર હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ