બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / BJP responded to Nilesh Kumbhani's allegations, saying that there is no truth in all the allegations

લોકસભા ચૂંટણી 2024 / 'એમનું ફોર્મ રદ થયું એમાં ભાજપ ક્યાંથી આવી?', નિલેશ કુંભાણીના આક્ષેપ પર ભાજપની સ્પષ્ટતા

Vishal Dave

Last Updated: 07:52 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારને સાથ સહકાર નથી આપ્યો એટલે સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ છે

નિલેશ કુંભાણીએ ભાજપ પર કરેલા આક્ષેપોને ભાજપે ફગાવ્યા છે…કુંભાણીએ 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ભાજપમાં જોડાવાની અને પ્રચાર પ્રસાર નહીં કરવાની ઓફર આપી હોવાનો આક્ષેપ કર્યો છે…ત્યારે ભાજપના સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે…કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારને સાથ સહકાર નથી આપ્યો એટલે સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ છે..2017 અને 2022ની ચૂંટણીમાં ભાજપની ઑફર અને ઓછો પ્રચાર પ્રસાર કરવાનું કહ્યું હોવાના આરોપોમાં કોઈ તથ્ય ન હોવાનું તેમણે જણાવ્યું. 


લોકસભા ચૂંટણીને લઈ અતિ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને તેમનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પ્રતાપ દૂધાતને લઈ કહ્યું કે,  'મે પ્રતાપભાઇ દૂધાતને અનેક વાર કીધેલું કે તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમને કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યાર બાદ પ્રતાપભાઇ દૂધાતને પૂછીને મે પછીની તારીખ લીધી, ત્યારે મારો ફોન નહોતો ઉઠાવતા. 

 'એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત'
વધુમાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, હું એક પણ નિવેદન એવું નહીં આપું કે જેથી મારી કોંગ્રેસ પાર્ટીને કોઇ નુકસાન થાય. હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.' 

આ પણ વાંચોઃ હવે સસ્પેન્ડ કર્યા એટલે બ્રહ્મજ્ઞાન લાદ્યું', વીડિયો વાયરલ થતા જ કોંગ્રેસ પ્રવક્તાએ નિલેશ કુંભાણીને લીધા આડે હાથ

આ તરફ નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોથી નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠગાંઠ અને મેળાપીપણું ખુલ્લુ પડી ગયુ છે. આંતરીક લોકશાહી માટે નિલેશ કુંભાણીને પત્ર લખી તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો કોઇ સંપર્ક થઇ શક્યો ન હતો... કોંગ્રેસે અચાનક કડક પગલાં લઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે વીડિયો સામે આવ્યો છે. અને હજુ પણ તેઓ તેમના ટેકેદારો ક્યાં છે તેને લઇને કોઇ જ ફોડ નથી પાડી રહ્યા.. તેમણે કહ્યું કે સુરતના મતદારોનો મતાધિકાર તેમણે છીનવી લીધો છે.. ભાજપની લખેલી સ્ક્રીપ્ટ પ્રમાણે નિલેશ કુંભાણી બોલી રહ્યા છે. નિલેશ કુંભાણીની ભાજપ સાથેની ગોઠવણ ખુલ્લી પડી ગઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ