બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / VTV વિશેષ / મતદાનથી હાર-જીતના ગણિત કઈ રીતે નક્કી થાય ? ઉમેદવારો અકળામણમાં, કોનું ટેન્શન વધારશે?

મહામંથન / મતદાનથી હાર-જીતના ગણિત કઈ રીતે નક્કી થાય ? ઉમેદવારો અકળામણમાં, કોનું ટેન્શન વધારશે?

Last Updated: 09:24 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મતદાનની સરેરાશ ગત લોકસભા કરતા ઓછી છે.. શહેરી વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ ઓછું નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તાર, અંતરિયાળ વિસ્તારમાં મતદાનનું પ્રમાણ શહેરી વિસ્તારની સરખામણીએ વધું નોંધાયું છે

ગુજરાતમાં મતદાન પછી ઉમેદવારો અને પક્ષોમાં ગણગણાટ છે. ગુજરાતમાં મતદાનની સરેરાશ ગત લોકસભા કરતા ઓછી છે.. શહેરી વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ ઓછું નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તાર, અંતરિયાળ વિસ્તારમાં મતદાનનું પ્રમાણ શહેરી વિસ્તારની સરખામણીએ વધું છે. જેને લઇને ઉમેદવારો પોતાના ક્યાસ લગાવી રહ્યા છે. રાજકીય પક્ષો પણ વિવિધ સમીકરણ તપાસી રહ્યા છે. ઉમેદવારો કે પક્ષો પણ મતદાન અંગે ખોંખારીને કંઇ બોલી નથી રહ્યા. નિરસ મતદાન પાછળ ગરમીના પરિબળને જવાબદાર ગણીને સંતોષ માને છે

મતદાન પછી જે બેઠકોની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, તેમા બનાસકાંઠા, વલસાડ, આણંદ, સાબરકાંઠા, રાજકોટ અને જામનગરના નામ છે.

મતદાનની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધુ મતદાન વલસાડમાં (72.24 ટકા) નોંધાયું છે, અને સૌથી ઓછુ મતદાન અમરેલી (49.44)માં નોંધાયું છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો 2014માં 63.66 ટકા મતદાન થયું હતું.. 2019માં 64.51 ટકા મતદાન થયું. જ્યારે 2024માં એટલે કે આ વખતે 59.51 ટકા મતદાન નોંધાયું

રાજ્યની કઈ બેઠક ઉપર સરેરાશ કેટલું મતદાન થયું છે તેના પર નજર કરીએ

વલસાડ 72.24%

ભરૂચ 68.75%

બનાસકાંઠા 68.44%

છોટાઉદેપુર 67.78%

બારડોલી 64.59%

આણંદ 63.96%

સાબરકાંઠા 63.04%

વડોદરા 61.33%

નવસારી 59.66%

રાજકોટ 59.60%

ગાંધીનગર 59.19%

મહેસાણા 59.04%

જૂનાગઢ 58.80%

દાહોદ 58.66%

પંચમહાલ 58.65%

પંચમહાલ 58.65%.88%

ખેડા 57.43%

જામનગર 57.17%

સુરેન્દ્રનગર 54.77%

અમદાવાદ (w) 54.43%

અમદાવાદ (E) 54.04%

ભાવનગર 52.01%

પોરબંદર 51.79%

અમરેલી 49.44%

ક્ચ્છ 55.05%

બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો આ એક એવો જિલ્લો છે જેની તમામ વિધાનસભા બેઠકો પ ર વધુ મતદાન નોંધાયું છે. થરાદમાં 77 ટકા મતદાન નોંધાયું હતું.. અમદાવાદની વિધાનસભા બેઠકોમાં સરેરાશ ઓછું મતદાન નોંધાયું હતું. અમદાવાદમાં મતદારોનો જોઇએ તેવો ઉત્સાહ જોવા ન મળ્યો. ગાંધીનગર વિધાનસભાની બેઠકોમાં એકંદરે સારુ મતદાન થયું. આણંદની 3 વિધાનસભા બેઠકો ઉપર 60 થી 65% મતદાન થયું. ભરૂચ, છોટાઉદેપુરની વિધાનસભા બેઠકો ઉપર પણ વધુ મતદાન નોંધાયું. જ્યારે કપરાડા, નિઝર, ડેડિયાપાડા વિધાનસભામાં 80% આસપાસ મતદાન નોંધાયું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ