બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / રાજકોટ, પાટણ... આ છે ગુજરાતની એવી બેઠકો, જ્યાં થઈ શકે છે કાંટે કી ટક્કર, જાણો શું કહે છે રાજકીય ગણિત

લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ, પાટણ... આ છે ગુજરાતની એવી બેઠકો, જ્યાં થઈ શકે છે કાંટે કી ટક્કર, જાણો શું કહે છે રાજકીય ગણિત

Last Updated: 12:56 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવી પરંતુ આ વખતે કેટલીક બેઠકો પર કેટલાક એવા પરિબળો છે કે જે ભાકપ માટે પડકાર સાબિત થઈ શકે છે.

ગુજરાતની બેઠકો પર જીત મેળવવી ભાજપ માટે સરળ માનવામાં આવે છે, ગુજરાતને દેશભરમાં મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવ્યા બાદ પક્ષનું એવું લક્ષ્ય હતું કે આ વખતે દરેક બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કેટલીક બેઠકો પર આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપે ભારે જોર લગાવવું પડ્યું છે.

ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરતાની સાથે જ વિવાદ જોવા મળ્યો હતો. વડોદરામાં રંજન ભટ્ટ સામે તો સાબરકાંઠામાં ઉમેદવાર ભીખાજી ઠાકોર સામે પણ વિવાદ થયો. ભાજપની જાહેરાત પહેલા જ રંજન ભટ્ટે પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી. તો સાબરકાઠામાં ભીખાજી ઠાકોરનાં બદલે શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઈ. ત્યારે ભીખાજી ઠાકોરના ટેકેદારોએ તેમને ફરી ઉમેદવાર બનાવવા માટે અભિયાન કર્યું હતું, આખરે રાજ્ય ગૃહ મંત્રી, પ્રદેશ નેતાગીરી અને છેલ્લે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો. આ સિવાય કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવાર સામે મતદારોને રોષ છે, જેમાં જુનાગઢનાં રાજેશ ચુડાસમા સામે, આણંદ, બનાસકાંઠા બેઠક પર પણ ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા, ભાવનગર, જુનાગઢ જેવી બેઠકો પર મતદાન પર અસર જોવા મળે એવી શક્યતા છે. આ બેઠકો ભાજપ માટે સરળ હોવા છતાં ભાજપે એમાં મહેનત કરવી પડી છે. સામે કોંગ્રેસના ઉમેદવાર પણ મજબૂર હોવાથી જોરદાર રાજકીય વાતાવરણ જામ્યું છે.

રાજકોટમાં લેઉવા vs કડવાનો છે જંગ

રાજકોટ બેઠક પર મૂળ અમરેલીના પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા, અને એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમુદાય અંગે નિવેદન આપ્યું ત્યારે અહીં પણ ક્ષત્રિય સમાજે તેમનો વિરોધ કર્યો હતો. ભલે તેમણે આ નિવેદન અંગે માફી માંગી, પણ રૂપાલાની માફી ક્ષત્રિય સમાજે ન સ્વીકારી અને પછી ક્ષત્રિય સમાજે દરેક બેઠક પર ભાજપનો વિરોધ કર્યો છે. ક્ષત્રિય સમાજની નારાજગીને શાંત કરવા માટે અનેક બેઠકો પછી પણ તેઓ ભાજપની વિરુદ્ધ મત આપવાનો હોવાની જાહેરાત કરી રહ્યા છે. રાજકોટમાં વધુ એક વિવાદ ઉભો થયો, શુક્રવારે રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ, જેને લઈને હવે રાજકારણની ગરમીનો પારો ચઢી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસે કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી એ પછી વિવાદ વધ્યો હતો, અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અંગે ગણતરીના ગામોમાં લેઉવા પાટીદારોએ બેઠક કરી હતી. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મૂળ અમરેલીનાં છે અને ભાજપના પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જયારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. ત્યારે આ બેઠક પર રૂપાલાના ક્ષત્રિયો અંગેનાં નિવેદનના કારણે અને કડવા-લેઉવા પાટીદારની પત્રિકાના વિવાદ વચ્ચે રાજકોટની પ્રજા કોણે પોતાનો મત આપશે એ જોવું રહ્યું.

સુરેન્દ્રનગરમાં કોળી અને ક્ષત્રિય મતદારો નક્કી કરશે કે કોણ જીતશે

સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.

સાબરકાંઠામાં સ્થાનિક નારાજગી બની શકે છે ભાજપ માટે પડકાર

સાબરકાઠામાં ભીખાજી ઠાકોરનાં બદલે કોંગ્રેસમાંથી શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થઈ. ત્યારે તેનો ભીખાજી ઠાકોરના ટેકેદારોએ વિરોધ કર્યો હતો. ત્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇડર-વડાલી વિસ્તાર આ બેઠકમાં સૌથી મહત્ત્વનો છે. અહીં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઉગ્ર વિરોધ છે, જેની અસર લોકસભાના મતદાનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં 20 ટકા ઠાકોર મતદારો છે ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સામેનાં વિરોધની પણ અહીં અસર જોવા મળી શકે છે.

બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવારો વચ્ચે થશે જંગ

કોંગ્રેસનાં બનાસકાંઠાથી ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે, જે પ્રજા વચ્ચે રહીને પ્રજા માટે કામ કરવા માટે જાણીતા છે, જયારે ભાજપે શંકર ચૌધરી કેમ્પના રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા છે. રેખાબેનને ગેનીબેનની જેમ કોઈ અનુભવ નથી, જેની અસર પણ મતદાન પર જોવા મળશે. અહીં 19 લાખ જેટલા ઠાકોર અને ચૌધરી મતદારો છે, દર વખતે આ સમાજ જ નક્કી કરે છે કે કોણ જીતશે. અહીં છેલ્લા દિવસોમાં પ્રચાર અને પ્રિયંકા ગાંધીની બેઠક તથા અને ક્ષત્રિય આંદોલનના કારણે ફાયદો કોંગ્રેસને મળી શકે છે.

આણંદ બેઠક પર પણ ભાજપને મળી રહી છે ટક્કર

કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતર્યા છે. ક્ષત્રિય આંદોલનની અસર આખા ગુજરાતમાં જોવા મળી, ત્યારે મિતેશ પટેલના પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અહીં પણ ભાજપ સામે નારાજગી જોવા મળી. અહીં કોંગ્રેસનું નેટવર્ક ઘણું મજબૂત છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રભુત્વ મેળવવા માટે જાહેર સભા કરી. પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર, ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પક્ષ માટે નારાજગી જેવા પરિબળો આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઉભો કરી શકે છે.

પાટણમાં ઠાકોર vs ઠાકોર, વડગામના મત નિર્ણાયક

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે, સમાજમાં ચંદનજી ઠાકોર પ્રભુત્વ ધરાવે છે. અહીં ભાજપ માટે સિદ્ધપુર, ચાણસ્મા, અને ખેરાલું ગઢ છે તો રાધનપુર અને પાટણ પડકાર છે. અહીં વડગામમાં ક્ષત્રિય અને લઘુમતી, દલિત પ્રભુત્વ ધારે છે, તો ક્ષત્રિય આંદોલનની અસર અને દલિતોની લઘુમતી નક્કી કરશે કે કોણ જીતશે.

વધુ વાંચો: આવતી કાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન: એકસાથે 11 રાજ્યો અને સંઘપ્રદેશની 2 બેઠકો પર થશે મતદાન

જૂનાગઢમાં ભાજપને નડી શકે સ્થાનિક નારાજગી

જૂનાગઢ બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે, તો વેરાવળના અગ્રણી ડોક્ટરની આત્મહત્યામાં કથિત ભૂમિકાના આક્ષેપ અને તેમની નેતાગીરી અંગે લોકોમાં વિરોધ છે. અહીં તેમણે પ્રજા માટે કામ નથી કર્યું, એવા વિરોધ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે જાણીતા છે. હીરાભાઈ જોટવાએ પ્રચાર પણ ભરપૂર કર્યો છે, ત્યારે ડોક્ટરની આત્મહત્યા અને ક્ષત્રિય સમાજનો વિરોધ ભાજપ માટે પડકાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ