બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / ક્રિકેટ મેચ કે મજાક, 7 બેટ્સમેન 'શૂન્ય' પર પાછા ફર્યા, આખી ટીમ 12 રનમાં સમેટાઇ

World Cricket News / ક્રિકેટ મેચ કે મજાક, 7 બેટ્સમેન 'શૂન્ય' પર પાછા ફર્યા, આખી ટીમ 12 રનમાં સમેટાઇ

Last Updated: 10:08 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 ઇતિહાસનો બીજો સૌથી શરમજનક રેકોર્ડ બન્યો. મોંગોલિયન ટીમ માત્ર 12 રનમાં સમેટાઈ ગઈ

Worst T20 Record: જાપાન અને મોંગોલિયા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચ સાનો ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં જાપાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. આ પછી તે T20 ઇતિહાસનો બીજો સૌથી શરમજનક રેકોર્ડ બન્યો. જેના જવાબમાં સમગ્ર મોંગોલિયન ટીમ માત્ર 12 રનમાં સમેટાઈ ગઈ હતી.

T20 ક્રિકેટમાં આવા ઘણા રેકોર્ડ બનેલા છે, જેના પર ખેલાડીઓ અને સમગ્ર ટીમને ગર્વ થાય છે. પરંતુ કેટલાક એવા અનિચ્છનીય રેકોર્ડ પણ બને છે, જેના પર શરમ અનુભવાય છે. 20-20 ઓવરની આ રમતમાં ઘણી વખત રેકોર્ડ બ્રેક રન બને છે. પરંતુ કેટલીકવાર ટીમો ખૂબ ઓછા સ્કોર સાથે મેચને સમેટે છે.

આ વખતે પણ એવું જ જોવા મળ્યું છે. બુધવારે જાપાન અને મંગોલિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ સાનો ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં જાપાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 7 વિકેટે 217 રન બનાવ્યા હતા.

બીજા સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ મંગોલિયાના નામે છે

જેના જવાબમાં સમગ્ર મોંગોલિયન ટીમ માત્ર 12 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમના 7 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ રીતે જાપાને આ મેચ 205 રને જીતી લીધી છે. મંગોલિયા દ્વારા બનાવવામાં આવેલ 12 રન ટી20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમનો બીજો સૌથી ઓછો સ્કોર છે.

આવી સ્થિતિમાં આ શરમજનક રેકોર્ડ મંગોલિયાના નામે નોંધાયો છે. તમને જણાવી દઈએ કે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી નાના સ્કોરનો રેકોર્ડ આઈલ ઓફ મેન ટીમના નામે છે, જે સ્પેન સામે માત્ર 10 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ શરમજનક રેકોર્ડ 2023માં બન્યો હતો. હવે બીજા સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ મંગોલિયાના નામે નોંધાયો હતો.

મંગોલિયાની ઇનિંગ્સ આવી રહી

ટીમ માટે સૌથી વધુ 4 રન બનાવનાર બેટ્સમેનનું નામ તુમ સુમ્યા છે. મંગોલિયાની નબળી બેટિંગનું પરિણામ એ આવ્યું કે ટીમે 8.2 ઓવર સુધી બેટિંગ કરી પરંતુ 1.44ના રન રેટથી ટીમ માત્ર 12 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મોંગોલિયાના બંને ઓપનર મોહન વિવેકાનંદન અને નમસરાઈ 0 અને 2 પર પીચ છોડી ગયા. પછી બેટ્સમેનો આવવા-જવા લાગ્યા. એવું લાગ્યું કે જાણે મેચ નહીં પણ કોઈ મજાક ચાલી રહી છે. 7 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યા હતા. જેમાંથી 6 આઉટ થઆ અને એક અણનમ રહ્યો હતો. આ બેટ્સમેનોને એક રન બનાવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO : લે લેતો જા ! આ ક્રિકેટરે સેલ્ફી લેવા આવેલા ફેનની મરડી નાખી ગર્દન

કેટો સ્ટેફોર્ડે અડધી ટીમનો સફાયો કરી નાખ્યો

જાપાનના ફાસ્ટ બોલર કાઝુમા કાટો-સ્ટાફોર્ડે મંગોલિયાની અડધી ટીમને સમેટી દીધી હતી. તેણે 3.2 ઓવરમાં 7 રન આપીને કુલ 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય અબ્દુલ સમદ અને માકોટોએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે બેન્જામિનને 1 સફળતા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ