બજાજે ઓછી કિંમતમાં લોન્ચ કર્યુ PULSAR CLASSIC 150

By : kaushal 02:29 PM, 13 June 2018 | Updated : 02:29 PM, 13 June 2018
2018 બજાજ પલ્સર રિયર ડિસ્ક વેરિયંટના લોન્ચ  થવાના બે મહિના બાદ કંપનીએ હવે તે મોટરસાઈકલનું ક્લાસિક એડિસન લોન્ચ કર્યુ છે. આ એડિસનની કિંમત 67,437 (એક્સ શોરૂમ પુણે) છે. તે રિયર ડ્રમ બ્રેક વેરિયંટ કરતા 6,637 રૂપિયા સસ્તી છે. ક્લાસિક એડિશનમાં ટેન્ક એક્સટેન્શન અને બોડી ગ્રાફિક્સ નથી. બાઈકમાં બ્લેક પેઈન્ટ સ્કીમ છે. આ ઉપરાંત બાકીની બાઈકમાં બદલાવ નથી.

પલ્સર ક્લાસિક 150માં રિયર ડિસ્ક વેરિયંટની જેમ 149CC પાવર, એયર કુલ્ડ, સિંગલ-સિલિન્ડર BSIV એન્જીન છે. તેની મોટર 8000RPMમાં 14PS અને 6000RPMમાં 13.4NMનો ટોર્ક આપે છે.

બ્રેકીંગ માટે તેમાં 240MM ફ્રન્ટ ડિસ્ક અને 130MM રિયર ડ્રમ બ્રેક છે. આ સસ્તા વેરિયંટથી બજાજને એન્ટ્રી લેવલ કમ્યુટર સેગમેન્ટમાં મજબુત પકડ મળવી જોઈએ. આ હોન્ડા યૂનિકોર્ન 150, હીરો એક્સટ્રી સ્પોર્ટ્સ અને હીરો અટીવરની ટક્કરની બાઈક છે.  Recent Story

Popular Story