બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Technology / this-sarahah-app-would-never-reveal-your-identity

NULL / મેસેજ કરવા હવે ઓળખાણ જરૂરી નથી ડાઉનલોડ કરો આ App...

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સાઉદી અરબમાં તૈયાર કરવામાં આવેલી સરાહાને દુનિયાભરમાં યૂઝર્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે એક મહિના પહેલા લોન્ચ થયેલી આ એપને 50 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ એપની ખાસ વાત એ છે કે એપ બનાવનારી આ સ્ટાર્ટઅપને માત્ર 29 વર્ષના જેન અલ-અબીદીન તૌફીક અને તેના બે મિત્ર સામેલ છે.

'સરાહા' એપ દ્વારા યૂઝર્સ પોતાની પ્રોફાઇલથી જોડાયેલા અન્ય વ્યક્તિને મેસેજ કરી શકે છે. મજાની વાતએ છે કે મેસેજ રિસિવ કરનારને ખબર નથી પડતી કે આમેસેજ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે. ત્યારે આ મેસેજનો વળતો જવાબ પણ ન આપી શકાય અને આજ કારણ છે કે આ એપ લોકોની વચ્ચે ખૂજ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.

'સરાહા' એક અરબી શબ્દ છે જેનો અર્થ 'ઈમાનદારી' થાય છે. તૌફિકેનું કહ્યું "એપ બનાવવાનો ઉદ્દેશ એવો છે કે તેના દ્વારા કોઈ કર્મચારી બોસ કે સીનિયરને વગર કોઈ સંકોચે પોતાનું મંતવ્ય આપી શકે. યૂઝર્સ જે સામે આવીને ન કહી શકે તે બધું આ એપ દ્વારા કહી શકે છે. 

સરાહા એપ આ વર્ષે ફેબ્રુઆરીમાં વેબસાઇટ તરીકે લોન્ચ થઈ હતી. લોન્ચિંગના મહિનામાં જ ઇજિપ્તમાં તેના યૂઝર્સની સંખ્યામાં 25 લાખ અરબમાં 12 લાખ અને ટ્યૂનિશિયામાં 17 લાખે પહોંચી ગયો છે. ત્યારબાદ તેને એપ તરીકે લોન્ચ કરવામાં આવી અને જૂન મહિનામાં તે એપલ એપ સ્ટોર તેમજ ગૂગલ પ્લે સ્ટોર પર આવ્યું હતું

પરિણામોને લઈને ખુબ પોઝિટિવ હતો અને વિચાર્યું હતું કે ડાઉનલોડની સંખ્યા 1 000 સુધી પહોંચશે ત્યારે હવે ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ 50 લાખથી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે. એપ હાલ અંગ્રેજી અને અરબી ભાષાને સપોર્ટ કરે છે. તે આઈઓએસ અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

આ એપથી 'સાઇબર બુલિંગ'નો ખતરો વધી શકે છે. એક્સપર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ એપને ફેસબુક અને સ્નેપચેટથી વધુ મહત્વ મળી રહ્યું છે પરંતુ સાઇબર એક્સપર્ટ્સનું કહેવું છે કે ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મે ટ્રોલિંગ અને બુલિંગને પ્રોત્સાહનઆપ્યું છે. ટ્રોલિંગને રોકવા માટે હજુ સુધી કંપનીઓ તરફથી કારગર ઉપાય નથી કરવામાં આવ્યા. જ્યારે આ સાઇટ્સ ઉપર તો યૂઝર વિશે માહિતી હોય છે તેમ છતાંય ફેક આઈડીથી ટ્રોલિંગ વધી રહ્યું છે. જ્યારે આ એપમાં તો ઓળખ ગોપનીય જ રહેશે.આ એપમાં ઓનલાઇન હેરેસમેન્ટ શોષણ કે ખરાબ વર્તન કરનારાઓને રોકવાની
સખત વ્યવસ્થા પણ છે. અહીં બ્લોક કે ફિલ્ટર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ