બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / રાજકોટ / પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે ધરપકડ, શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમની કવાયત

રાજકોટ / પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે ધરપકડ, શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમની કવાયત

Last Updated: 09:44 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસથી રાજકોટમાં વાયરલ થયેલી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે ગત રોજ પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી આપી છે.

રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની પત્રિકા વાયરલ થઈ, જેને લઈને હવે રાજકારણની ગરમીનો પારો ચઢી ગયો છે. આ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી એ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી અને પાંચ લોકોની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.

rajkot viral patrika

શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમની કવાયત શરૂ

પત્રિકા વિતરણનાં સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી લીધી. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને ઝડપવા માટે પોલીસે દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈ શરદ ધાનાણીની ધરપકડ થઈ શકે છે. ત્યારે આ મામલે હવે પરેશ ધાનાણીની મુશ્કેલી વધી શકે છે.

WhatsApp Image 2024-05-02 at 16.32.30_7b5b90ff

લેઉવા પાટીદાર સમાજના 5 યુવકોની કરી અટકાયત

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લેઉવા પાટીદાર સમાજના 5 યુવકોની અટકાયત કરી હતી. અટકાયતને લઈને કોંગ્રેસના લેઉવા પાટીદાર આગેવાનો ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. જ્યાં યુવકોની ગેરકાયદેસર રીતે અટકાયત કરાઈ હોવાના કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યા હતા.

વધુ વાંચો: રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો

કોંગ્રેસના ઉમેદવારનાં સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ

રાજકોટમાં ભાજપે આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. લેઉવા-કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો, સોશિયલ મીડિયાનાં માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ છે. સોશિયલ મીડિયામાં જાગો લેઉવા પટેલ જાગો શીર્ષક હેઠળની પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપ નેતા ભરત બોઘરાએ આ મામલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે નીતિ નથી તેથી પરસ્પર વૈમનસ્ય ઉભું થાય છે. કોંગ્રેસ જ્ઞાતિ, જાતિ અને ધર્મ વચ્ચે વેરઝેર કરાવે છે. કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. જે લોકો ખોટું કરે છે તેને ભોગવવું પડશે પછી ગમે તે સમાજનાં હોય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ