બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગથી બન્યો રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

IPL 2024 / ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગથી બન્યો રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

Last Updated: 08:43 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે 27 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી, સાથે જ કિંગ કોહલીએ IPLમાં જીતેલી મેચોમાં પોતાના 4000 રન પણ પૂરા કર્યા છે અને એક એવું કારનામું કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું.

IPL 2024 ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે RCB પ્લેઓફની રેસમાં યથાવત છે. આ મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે જ તેણે આઈપીએલમાં એક એવું કારનામું પણ કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું.

વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો

આ મેચમાં વિરાટ કોહલીએ 27 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 2 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટની આ ઇનિંગના કારણે ટીમે 4 વિકેટે જીત મેળવી હતી. આ સાથે વિરાટ કોહલીએ IPLમાં જીતેલી મેચોમાં પોતાના 4000 રન પણ પૂરા કર્યા. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં જીતેલી મેચમાં 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ ખેલાડી આ સ્થાન સુધી પહોંચી શક્યો ન હતો.

IPLમાં જીતેલી મેચોમાં સૌથી વધુ રન

4039 રન - વિરાટ કોહલી*

3945 રન - શિખર ધવન

3918 રન - રોહિત શર્મા*

3710 રન - ડેવિડ વોર્નર

3559 રન - સુરેશ રૈના

T20 ફોર્મેટમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી

વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન પોતાની T20 કારકિર્દીમાં 12500 રનનો આંકડો પણ સ્પર્શ કર્યો હતો. વિરાટ T20 ક્રિકેટમાં 12500 કે તેથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા માત્ર ક્રિસ ગેલ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટ ચોથા સ્થાન પર છે. વિરાટે ટી20 ક્રિકેટમાં 12536 રન બનાવ્યા છે.

વધુ વાંચો : ઋષભ પંત સાથે લગ્નને લઇને પૂછાયેલા સવાલ પર ઉર્વશી રૌતેલાએ આપ્યો આ જવાબ

T20 ફોર્મેટમાં સૌથી વધુ રન

14562 રન - ક્રિસ ગેલ

13360 રન - શોએબ મલિક

12900 રન - કિરોન પોલાર્ડ.

12536 રન - વિરાટ કોહલી*

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ