બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ તૈયાર!

જાણવા જેવું / શું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ તૈયાર!

Last Updated: 10:29 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsAppએ 2021માં દેશમાં લાવવામાં આવેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા, એ પછી જ WhatsAppનું કડક વલણ જોવા મળ્યું.

ભારતમાં WhatsAppનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ એપ્લિકેશને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. વોટ્સએપમાં મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, જેનો અર્થ છે કે મોકલનાર અને મેસેજ મેળવનારને જ મોકલેલા મેસેજ વિશેની માહિતી હોય છે. હવે કંપનીએ કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન તોડવા માટે દબાણ કરવામાં આવશે તો તે ભારતમાં તેનું કામ બંધ કરી દેશે અને અહીંથી જતી રહેશે. તો જાણીએ કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું હોય છે.

whatsapp 2

શું હોય છે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન?

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ એક શ્રેષ્ઠ સુરક્ષા સિસ્ટમ છે જે તમારી ચેટ્સને સુરક્ષિત રાખે છે. સાદા શબ્દોમાં, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો સીધો અર્થ એ છે કે ચેટ પર મોકલવામાં આવેલ મેસેજ ફક્ત મોકલનાર અને મેળવનાર જ વાંચી શકે છે. આ સિવાય વોટ્સએપ પોતે પણ આ મેસેજ જોઈ શકતું નથી. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે, WhatsApp પર મોકલવામાં આવેલા તમામ ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય વસ્તુઓ સુરક્ષિત રહે છે. તે સામાન્ય રીતે ગાણિતિક અલ્ગોરિધમ્સ અને ક્રિપ્ટોગ્રાફિક કીનો ઉપયોગ કરીને લાગૂ કરવામાં આવે છે.

whatsapp (2)

દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો પડકાર

WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta એ 2021માં દેશમાં લાવવામાં આવેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા છે. બંનેની અરજી પર ગુરુવારે (25 એપ્રિલ) હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આઇટી નિયમો જણાવે છે કે સોશિયલ મીડિયા મેસેજિંગ કંપનીઓ માટે ચેટને ટ્રેસ કરવા અને મેસેજ સૌથી પહેલા બનાવનાર વ્યક્તિને ટ્રેસ કરવા માટે જોગવાઈ કરવી જરૂરી રહેશે.

વધુ વાંચો: ભૂલથી પણ આ બટન ન દબાવતા, નહીંતર આખું જીવન બરબાદ થઇ જશે! એ કઇ રીતે? જુઓ Video

મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp વતી હાજર રહેલા વકીલે દિલ્હી હાઈકોર્ટમાં આ દલીલ કરી છે. વકીલે કહ્યું કે લોકો WhatsAppનો ઉપયોગ તેના પ્રાઈવસી ફીચર માટે કરે છે. તેઓ જાણે છે કે તેના પર મોકલવામાં આવતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. કંપનીએ વધુમાં કહ્યું કે પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો અમે અહીંથી જતા રહીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ