બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / Shatrushalya Singhji, a member of the royal family of Jamnagar, initiated the settlement of the Parshotam Rupala dispute.

મહામંથન / રૂપાલા વિવાદનો અંત ક્યારે? જામસાહેબે માફી અંગે વિચારવાની કરી વાત, 14મીએ રાજપૂત સમાજનું સંમેલન

Dinesh

Last Updated: 09:27 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશલ્યસિંહજીએ પરશોતમ રૂપાલાના વિવાદમાં સમાધાનની પહેલ કરી છે જેની શરત છે કે ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સમક્ષ રૂપાલા ફરી માફી માગે તો ક્ષત્રિય સમાજે પણ ક્ષત્રિય ધર્મને અનુસરીને રૂપાલાને માફ કરે

કોઈ એક વિવાદ થાય તો તેનો છેડો શું હોવો જોઈએ?, આ સવાલનો આદર્શ જવાબ છે સમાધાન. પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન અને તે પછીના ઘટનાક્રમ સતત ચાલુ છે પણ એ ઘટનાક્રમમાં ક્ષત્રિય સમાજની ધીરજને ચોક્કસ બિરદાવવી પડે. આ વિવાદમાં સમાધાનની વધુ એક પહેલ થઈ છે. જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશલ્યસિંહજીએ પરશોતમ રૂપાલાના વિવાદમાં સમાધાનની પહેલ કરી છે જેની શરત છે કે ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સમક્ષ રૂપાલા ફરી માફી માગે તો ક્ષત્રિય સમાજે પણ ક્ષત્રિય ધર્મને અનુસરીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. જો કે આ પત્ર ચર્ચામા એટલા માટે પણ છે કે શત્રુશલ્યસિંહજીના બે પત્ર વારાફરતી સામે આવ્યા જેમા એક પત્રમાં લોકશાહી ઢબે ઉમેદવારને હરાવી દેવાની વાત હતી જ્યારે બીજા પત્રમાં માફીની વાત હતી. જો કે શત્રુશલ્યસિંહજી એ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે રૂપાલાએ અગાઉ માફી માગી છે તેની તેમને જાણ નહતી. રાજકીય, સામાજિક કે ધાર્મિક કોઈપણ પ્રકારના વિવાદ થયા હોય, પરંતુ ગુજરાત ક્યારેય પણ હિતશત્રુઓનો હાથો બન્યું નથી અને બનશે પણ નહીં. હવે સવાલ એ જ છે કે આ વિવાદમાં સમાધાન કેટલું દૂર છે, જો ધર્મગુરુઓ કે સામાજિક આગેવાનો સામે માફી માગવાનો પ્રશ્ન હોય તો કયા પક્ષ તરફથી પહેલ થશે. ક્ષત્રિય સમાજના સનાતન ધર્મ સાથેના મૂળિયા તો ઘણા મજબૂત છે તો પછી ધર્મગુરુઓએ પણ આ સમાધાન માટે સત્વરે પહેલ કેમ ન કરવી જોઈએ? એક તરફ 14 એપ્રિલે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન છે જેમા રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ફરી કરવામાં આવશે ત્યારે બીજી તરફ સમાધાનના પ્રયાસ સતત થઈ રહ્યા છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે એવુ જ ઈચ્છીએ કે વિવાદ કરતા સંવાદનું પલડું ભારે રહે અને રૂપાલાના નિવેદનવાળા વિવાદમાં સંવાદનું પલડું ભારે કરવામાં કોણ પહેલ કરે છે 

 

ક્ષત્રિય સમાજની નારાજગી
પરશોતમ રૂપાલા અંગે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત જોવા મળી રહી છે. રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ યથાવત છે. બીજી તરફ જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીના બે પત્રની ચર્ચા ચાલી રહી છે. શત્રુશલ્યસિંહજીના બંને પત્રમાં જુદી વાત છે. ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજાશે. ક્ષત્રિય સમાજનું સંમેલન રાજકીય ન હોવાની વાત થઈ રહી છે. સવાલ એ છે કે રૂપાલા વિવાદમાં સમાધાન કેટલું દૂર છે?

વાંચવા જેવું: 

જામસાહેબના અગાઉના પત્રમાં શું હતું?
કોઈ અયોગ્ય વાત કરે તો તેને સજા થવી જોઈએ. બહેનોએ જૌહર કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. લોકશાહીની રીતે એક્તા બતાવીને વિરોધ કરવામાં આવે છે. રાજપૂતોએ હિંમત અને એક્તા બંને બતાવી દેવાના છે. અયોગ્ય વાત કરે તેને ચૂંટણીમાં હરાવીને લોકશાહીને અનુરૂપ સજા મળે.

જામસાહેબના નવા પત્રમાં શું છે?
પરશોતમ રૂપાલાએ બે વાર માફી માગી તે મારા ધ્યાને આવ્યું છે. નિવેદનની જગ્યાએ સમાજના ધર્મગુરુઓ અને આગેવાનોની માફી માગો અને ધર્મગુરુઓ અને આગેવાનોની માફી માગે તો માફી આપવી જોઈએ. નરેન્દ્ર મોદીએ દેશને ઘણો આગળ વધાર્યો છે. આપણે નરેન્દ્ર મોદીને ધ્યાને રાખીને આગળ વધવું જોઈએ 

જામસાહેબના પત્ર અંગે ક્ષત્રિય સમાજે શું કહ્યું?
ક્ષત્રિય સમાજે સંકલન સમિતિ બનાવી છે. શત્રુશલ્યસિંહજીના પત્રની સમિતિમાં ચર્ચા થશે. જામસાહેબ અમારા માટે પૂજ્ય છે. જામસાહેબની મુલાકાતનો સમય માગ્યો છે. જામસાહેબે ભિન્ન મત કેમ વ્યક્ત કર્યો તે જાણીશું. બંને પત્ર વચ્ચે વિરોધાભાસ કેમ છે તે સમજીશું. માફી આપવાનો નિર્ણય વ્યક્તિ નહીં સમાજ કરશે

વાંચવા જેવું: રૂપાલાનો વિરોધ યથાવત, સુરતમાં યુવાનોએ કર્યો હોબાળો તો જામનગરની સભામાં બહેનોએ ઉલાળી ખુરશીઓ

ક્ષત્રિય સમાજનો આગામી કાર્યક્રમ શું?
રાજકોટ-મોરબી રોડ ઉપર રતનપર ગામે સંમેલન યોજાશે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન અને સંમેલનનો હેતુ સામાજિક ગણાવ્યો છે. રાજકીય હેતુ માટે સંમેલન ન હોવાનો દાવો થઈ રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ થઈ રહી છે. જાહેરજીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન થાય તે માટે ફરજ પડાશે. સમાજ માટે અયોગ્ય વાત ન થાય તે સુનિશ્ચિત કરવા સંમેલન

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ