બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / WhatsApp પર તમને કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? આ ટ્રિક અપનાવી જાણી શકાય

તમારા કામનું / WhatsApp પર તમને કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? આ ટ્રિક અપનાવી જાણી શકાય

Last Updated: 05:45 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને કોઈએ WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં તેની માહિતી પળભરમાં જાણી શકાય છે. અમે તમને એવી કેટલીક ટ્રિક વિશે જણાવીશું જેનાથી તમે જાણી શકશો કે તમે બ્લોક થયા છો કે નહીં.

વોટ્સએપના માધ્યમથી મેસેજ, ફોટો, વીડિયો, PDF ફાઈલ સહિતની ફાઈલ મોકલી શકાય છે. જેથી WhatsApp આ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ Appમાની એક છે. જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ WhatsAppમાં છેલ્લા વર્ષોમાં કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટવાળા કોઈ વ્યક્તિ દ્વારા તમને બ્લોક કરી દેવામાં આવે છે. પરંતુ આ બ્લોક વિશે આપણને જાણકારી નથી હોતી.એવામાં તમને કોઈએ બ્લોક કર્યા છે કે નહીં તે જાણવું સાવ આસાન છે. અમે તમને એવા સંકેતથી અવગત કરાવશું જેનાથી તમને ખબર પડશે કે સામેવાળા વ્યક્તિએ તમને બ્લોક કર્યા છે કે નહીં.

પ્રોફાઇલ પિક

જો કોઇ વ્યક્તિએ તમને બ્લોક કર્યા હશે તો કોન્ટેક્ટમાં તેનો ફોટો દેખાવવાનું બધ થઇ જાય છે.WhatsAppમાં તમારા કોન્ટેક્ટ લિસ્ટના વ્યક્તિનો ફોટો ન દેખાય તો બની શકે છે કે સામેવાળાએ તમને બ્લોક કરી દીધા હોય. . પરંતુ એવું પણ બની શકે કે તેને તમારો નંબર સેવ જ ન કર્યો હોય અને સેટિંગમાં જઈને My Contacts except ઓપ્શન પસંદ કરેલ હોય તો પણ તમે પ્રોફાઈલ ફોટો નથી જોઈ શકતા.

સ્ટેટસ

તમારા WhatsApp ફ્રેન્ડે Status મુક્યુ હોય પરંતુ તમે જોઇ ન શકતા હોવ, તો આ સંકેત હોઈ શકે છે કે તમે બ્લોક થઈ ગયા છો.

મેસેજ ડિલિવર ન થવો

મેસેજ ડિલિવર થયાના લાંબો સમય વીતવા છતા બે ટિક ન દેખાય તો બની શકે કે સામે વાળી વ્યક્તિએ તમને બ્લોક કર્યા હોય, જો કે સામેવાળી વ્યક્તિનું ઇન્ટરનેટ બંધ હોય તો પણ મેસેજની બાજુમાં બે ટીક નહીં દેખાય

ઓડિયો કોલ-વીડિયો કોલ બંધ

તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટના કોઈ વ્યક્તિને Video કોલ કે Audio કોલ કરી રહ્યા છો પણ લાગતો નથી તો બની શકે કે તમને બ્લોક કરી દીધા હોય

આ પણ વાંચોઃ અમેરિકા બાદ ભારતમાં લોન્ચ થઈ Google Wallet એપ, જાણો ગૂગલ પેથી કેટલી અલગ

લાસ્ટ સીન

જો તમને WhatsAppમાં સામેવાળા વ્યક્તિનું Last Seen નથી દેખાતું તો બની શકે છે કે તમને બ્લોક કરી દીધા હોય. એ વાતનું પણ ધ્યાન રાખવું કે સામેવાળા વ્યક્તિએ સેટિંગ ચેન્જ કરી Last Seen ઓફ પણ કર્યું હોય શકે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ