બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અંતે હડતાળ ખતમ: માત્ર 10 કલાકમાં જ Air India Expressનો યુટર્ન, 25 કર્મચારીઓના ટર્મિનેશન લેટર લીધા પરત

BIG BREAKING / અંતે હડતાળ ખતમ: માત્ર 10 કલાકમાં જ Air India Expressનો યુટર્ન, 25 કર્મચારીઓના ટર્મિનેશન લેટર લીધા પરત

Last Updated: 08:16 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.બરતરફ કરાયેલા તમામ કેબિન ક્રૂ સભ્યોને પાછા લેવા માટે એરલાઈને સહમતી દર્શાવી છે

એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈને તમામ બરતરફ કરાયેલા કેબિન ક્રૂ સભ્યોને ફરીથી પાછા લેવા માટે સંમત્તી દર્શાવી છે. અત્રે જણાવીએ કે, તમામને તાત્કાલિક પાછા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પણ કામ પર પાછા ફરવા સંમત થયા છે. મુખ્ય શ્રમ આયુક્ત દ્વારા આજે બપોરે 2 વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા ક્રૂઓ વચ્ચે બેઠક થઈ હતી.

કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપી દેવામાં આવ્યા હતા

એર ઈન્ડિયા એક્સપ્રેસે 'સિક લીવ' પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી હતી.

કર્મચારીઓ નારાજ !

એર ઈન્ડિયાની કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એરલાઈનથી નાખુશ છે. એક અહેવાલ મુજબ ક્રૂ મેમ્બરોએ એરલાઈન પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. એર ઈન્ડિયાના મર્જરની પ્રક્રિયા શરૂ થતાં કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ વધી ગયો હતો. કેટલાક કેબિન ક્રૂ મેમ્બરોએ પણ આ એરલાઇન પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓએ પગાર ભથ્થા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે

વાંચવા જેવું: હવેથી સ્કૂલોમાં શિક્ષકો મોબાઇલ નહીં લઇ જઇ શકે, ગુજરાતના પાડોશી રાજ્યએ લીધો મહત્વનો નિર્ણય

શું હતો સમગ્ર મામલો ?

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાયું હતું. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ