બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ભારત / હવેથી સ્કૂલોમાં શિક્ષકો મોબાઇલ નહીં લઇ જઇ શકે, ગુજરાતના પાડોશી રાજ્યએ લીધો મહત્વનો નિર્ણય

આદેશ / હવેથી સ્કૂલોમાં શિક્ષકો મોબાઇલ નહીં લઇ જઇ શકે, ગુજરાતના પાડોશી રાજ્યએ લીધો મહત્વનો નિર્ણય

Last Updated: 08:40 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની શાળાઓમાં શિક્ષકો મોબાઈલ ફોન લઈ શકશે નહીં. શિક્ષણ પ્રધાન મદન દિલાવરે શિક્ષકોને શાળાઓમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે શાળામાં મોબાઈલ ફોન લઈને જતા શિક્ષકો પર નારાજગી વ્યક્ત કરી છે.

હવે રાજસ્થાનની શાળાઓમાં શિક્ષકો મોબાઈલ ફોન લઈ શકશે નહીં. શિક્ષણ પ્રધાન મદન દિલાવરે શિક્ષકોને શાળાઓમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે શાળામાં મોબાઈલ ફોન લઈને જતા શિક્ષકો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કડક સૂચના આપીને તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાળામાં માત્ર આચાર્યને જ મોબાઈલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે શિક્ષકોને શાળાઓમાં બાળકોને વધુ સારું શિક્ષણ આપવા માટે પણ સૂચના આપી છે.

mobile

શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે જે શિક્ષકો શાળા સમય દરમિયાન કોઈ ઈબાદત કે નમાઝના નામે શાળા છોડી દે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ શિક્ષક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો રજા લઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, શાળાઓના નિરીક્ષણ દરમિયાન આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. તેમનું કહેવું છે કે આ રીતે બાળકોનું ભણતર અવરોધાય છે.

school51.jpg

સરકારી શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ

શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે હવે સરકારી શાળાઓમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું છે કે, શાળાઓમાં શિક્ષકો આખો દિવસ મોબાઈલ પર શેરબજાર અને શું શું નથી જોતા રહે છે. શિક્ષકો તેમાં ફસાયેલા રહે છે. તેનાથી બાળકોના શિક્ષણને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે મોબાઈલ એક રોગ જેવો થઈ ગયો છે.

શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે

શિક્ષણ મંત્રીએ કહ્યું કે જો કોઈ શિક્ષક નોટિસ આપ્યા વિના શાળા છોડી દેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા શિક્ષકોને સસ્પેન્ડ અથવા બરતરફ કરી શકાય છે. તેમણે શાળામાં ફરજ પર હોય ત્યારે શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શાળામાં શિક્ષકો દિવસભર તેમના મોબાઈલ પર શેરબજાર અને શું શું નથી જોતા રહે છે. શિક્ષકો મોબાઈલ ફોનમાં મશગૂલ રહેતાં બાળકોનું શિક્ષણ ખોરવાય છે. મોબાઈલ એક રોગ જેવો બની ગયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે શાળામાં કોઈપણ શિક્ષક મોબાઈલ ફોન લઈ જશે નહીં.

વધુ વાંચો : CBSEના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર, બોર્ડે જાહેર કર્યું નવું અપડેટ

પ્રિન્સિપાલને જ પોતાની સાથે મોબાઈલ ફોન રાખવાની મંજૂરી

શિક્ષણ મંત્રીએ કહ્યું કે જો કોઈ શિક્ષક ભૂલથી ફોન લઈને જતો રહે તો તેણે પોતાનો મોબાઈલ ફોન આચાર્યને જમા કરાવવો પડશે. શાળામાં માત્ર પ્રિન્સિપાલને જ પોતાની સાથે મોબાઈલ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ સમય દરમિયાન, જો કોઈ શિક્ષકના ઘરે કોઈ કટોકટીની ઘટના બને, તો તે પ્રિન્સિપાલને ફોન કરીને જાણ કરી શકે છે અથવા તેમની સાથે વાત કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ