બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 'કોઈ પાસે એકથી વધારે હોદ્દો...', IFFCOની ચૂંટણી અંગે આ શું બોલ્યા CR પાટીલ?

રાજકારણ / 'કોઈ પાસે એકથી વધારે હોદ્દો...', IFFCOની ચૂંટણી અંગે આ શું બોલ્યા CR પાટીલ?

Last Updated: 07:45 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IFFCO Election: ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે, કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ, દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે

ભાજપ શબ્દ સાંભળતાની સાથે લોકોના માનસપટલ પર એક છાપ ધ્યાને આવે છે, જે છે શિસ્તબંઘ પાર્ટીની. પરંતુ હવે કયાંકને કયાંક છાપ ફિક્કી પડતી હોય તેવું લાગે છે. કારણ કે, ઈફકોની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટ સામે જ ભાજપના જયેશ રાદડિયાએ ચૂંટણી લડીને જીતી પણ લીધી છે. ત્યારે ભાજપની બે વાતમાં બખોડો થયો હોય તેવું આ પરથી લાગે છે. એક વાત એ કે, એક હોદ્દાની અને બીજી એ કે ભાજપના સહકારી માળખામાં મેન્ડેટ શબ્દના લીરે લીરા ઉડી ગયા કહીએ તો જરા અતિશયોક્તિ નહી કહેવાય. ત્યારે ઈફકોની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

ઇફકોની ચૂંટણી બાદ સી આર પાટીલનું નિવેદન

ઇફકોની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે, કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ. છતાં રાજ્યમાં બે-ત્રણ એવા બનાવ બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે. વધુમાં કહ્યું કે, લગભગ 350 વધુ ઈલેક્શનોમાંથી 349 ચૂંટણી આ મેન્ડેટ આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઈલુઈલુ કરતા હતાં. અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતાં જેના કારણે આટલી સિટો ક્યારે જીતતા ન હતાં. જો કે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળી સારી રીતે સેવા આપી રહ્યાં છે. જેના માટે જ અમે મેન્ડેટની પ્રક્રિચા સ્વાકારી છે.

છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતી.

વાંચવા જેવું: ગોધરા બૂથ કેપ્ચરિંગ મામલે 1 પોલીસ કર્મી સહિત 6 સસ્પેન્ડ, 11 મેએ રિપોલિંગની વીડિયોગ્રાફીનો નિર્ણય

સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહ્યો

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ