બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / VTV વિશેષ / possible to distribute the wealth of a nation based on population Know the answer to all the questions

મહામંથન / શું વસ્તીના આધારે રાષ્ટ્રની સંપત્તિની વહેંચણી શક્ય છે ખરી? જાણો તમામ સવાલના જવાબ

Dinesh

Last Updated: 10:17 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: કોંગ્રેસે પોતાના ન્યાયપત્રમાં એ વાત ઉમેરી છે કે જાતિગત વસતિ ગણતરી પછી કોંગ્રેસ સંસ્થાકીય અને આર્થિક સરવે કરાવશે જેનાથી દેશમાં જેની વસતિ વધારે તેની હિસ્સેદારી વધારે એ નીતિ ઉપર કામ કરાશે

 

કોંગ્રેસે અત્યાર સુધી જાતિ આધારીત વસતિ ગણતરીની વાત કરી અને તેલંગાણામાં તેનો અમલ પણ કર્યો. હવે 2024ના તેના ચૂંટણી ઢંઢેરામાં જાતિ આધારીત વસતિ ગણતરી તો સામેલ છે જ સાથો-સાથ જાતિગત વસતિ ગણતરીના આધારે જ એક નવી વાત ઉમેરાય છે જેની ચર્ચા રાજકીય પંડિતો અને પક્ષો કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ન્યાયપત્રમાં એ વાત ઉમેરી છે કે જાતિગત વસતિ ગણતરી પછી કોંગ્રેસ સંસ્થાકીય અને આર્થિક સરવે કરાવશે જેનાથી દેશમાં જેની વસતિ વધારે તેની હિસ્સેદારી વધારે એ નીતિ ઉપર કામ કરાશે. આમ તો 2011 પછી દેશમાં સત્તાવાર વસતિ ગણતરી થઈ નથી પણ અત્યારે કોંગ્રેસ જે આંકડા આપે છે તે જોતા દેશમાં 90 ટકા વસતિ દલિત, આદિવાસી, OBC, લઘુમતિ અને ગરીબ સવર્ણોની છે. કોંગ્રેસનું માનીએ તો જેની વસતિ 90 ટકા છે તેની હિસ્સેદારી ન હોવા બરાબર છે અને જો તેમની સરકાર આવશે તો આ તમામ વર્ગોની વસતિ મુજબ તેને હિસ્સેદારી મળશે. જાતિ આધારીત વસતિ ગણતરીની વાત ઘણા સમયથી થઈ રહી છે, રિસામણા-મનામણા પછી NDA છોડીને ક્યાંય ન જવાની વાત કરનારા નીતિશ કુમાર પણ બિહારમાં આ દાવ રમી ચુક્યા છે. જો કે હકીકત એ પણ છે કે જાતિ આધારીત વસતિ ગણતરી અંગે રાજકીય પક્ષો સારી-સારી વાતો કરશે પરંતુ તેને હાથ લગાવવાનું યોગ્ય નહીં સમજે કારણ કે તેના ઘણા દૂરગામી પરિણામ આવી શકે. અત્યારે રાહુલ ગાંધીના નિવેદન બાદ ગંભીર પ્રશ્ન એટલો જ છે કે રાષ્ટ્રની સંપતિની વહેંચણી વસતિના આધારે શક્ય બને ખરી?, જેટલી વસતિ એટલી હિસ્સેદારી આ સૂત્ર બોલવામાં સારુ લાગે પણ ભારત જેવા દેશમાં વ્યવહારુ છે ખરુ? 

ન્યાયપત્ર ઉપર રાજકારણ
કોંગ્રેસના ન્યાયપત્ર ઉપર રાજકારણ યથાવત જોવા મળી રહ્યો છે. ન્યાયપત્રના કેટલાક મુદ્દા સામે સવાલ ઉઠ્યા છે. જાતિ આધારીત વસતિ ગણતરીની કોંગ્રેસે વાત કરી છે. જાતિ આધારીત વસતિ ગણતરીથી પણ આગળની વાત થઈ. રાહુલ ગાંધીએ કહ્યું જાતિ ગણતરી ઉપરાંત સંપતિ સર્વેક્ષણ પણ કોંગ્રેસ કરાવશે. કોંગ્રેસ તરફથી જાતિ આધારીત વસતિ ગણતરી બાદ આ સરવે હાથ ધરાશે. આ સરવે નાણાકીય અને સંસ્થાકીય હશે. રાહુલ ગાંધીના સંપતિના સરવેવાળી વાત બાદ રાજકારણ શરૂ થયો છે. દેશમાં નાણાકીય અને સંસ્થાકીય સંપતિની સમાન વહેંચણી શક્ય બને ખરી?

રાહુલ ગાંધીએ શું કહ્યું?
તેમણે કહ્યું કે, દેશમાં 90% વસતિ OBC, SC,ST, લઘુમતિ અને આર્થિક રીતે નબળા સવર્ણોની છે. દેશની મહત્વની સંસ્થાઓ, કંપનીઓમાં 90% વસતિનો કોઈ જ હિસ્સો નથી. ભારતની ટોચની 200 કંપનીઓના માલિકોમાં કોઈ દલિત, આદિવાસી, OBC નથી. ટોચના મીડિયા સંસ્થાનોના માલિક પણ દલિત, આદિવાસી, OBC નથી. દેશની સરકાર 90 IAS ચલાવે છે જેમાંથી OBC માત્ર 3 જ છે. વાસ્તવિકતા એ છે કે જેની વસતિ 90% છે તેની હિસ્સેદારી છે જ નહીં.જાતિગત વસતિ ગણતરીથી OBC,SC,ST, લઘુમતિ અને ગરીબ સવર્ણની વસતિનો ખ્યાલ આવશે. અમારી જાતિગત વસતિ ગણતરી એક્સ-રેનું કામ કરશે. જાતિગત વસતિ ગણતરી પછી અમે આર્થિક અને સંસ્થાકીય સરવે કરીશું. મીડિયા, અમલદારશાહી, મોટી કંપનીઓ દરેક ક્ષેત્રે વસતિ મુજબ જગ્યા થશે

રાહુલ ગાંધીએ આ આંકડા આપ્યા
દેશમાં OBCની વસતિ 50%
અનુસૂચિત જાતિની વસતિ 15%
અનુસૂચિત જનજાતિની વસતિ 8%
ગરીબ સવર્ણની વસતિ 5%
લઘુમતિ સમુદાયની વસતિ 15%

વાંચવા જેવું: ગુજરાતની એ બેઠક જેના પર 'લંકેશ' લડ્યા હતા, જ્ઞાતિ સમીકરણના કારણે વન-વે આ એક પાર્ટીનો ગઢ

ન્યાયપત્રમાં SC,ST,OBC માટે અન્ય જોગવાઈ શું?
કોંગ્રેસ 50% અનામતની મર્યાદા દૂર કરશે તેમજ EWSને મળનારા 10% અનામતને તમામ જાતિ-વર્ગ માટે લાગુ કરાશે.  તો OBC, SC, ST માટેની ખાલી જગ્યા 1 વર્ષની અંદર ભરાશે. SC, STને વ્યવસાય કે ઘર માટે મળનારી લોનની મર્યાદા વધારાશે. SC, ST કોન્ટ્રાક્ટરને સરકારી કોન્ટ્રાક્ટ વધુ મળે તેના માટે ખરીદ નીતિનો વિસ્તાર કરશે. SC, ST, OBCને મળનારી શિષ્યવૃતિ બેગણી કરાશે.SC, STના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવામાં મદદ કરાશે. SC, ST, OBCના વિદ્યાર્થીને ખાનગી શિક્ષણ સંસ્થામાં પ્રવેશમાં અનામત માટે કાયદો તેમજ બજેટમાં SC, ST માટેની યોજનાઓ અંતર્ગત ફાળવણીની દેખરેખ માટે કાયદો. તો સામાજિક ન્યાયનો સંદેશ આપનારા સમાજ સુધારકોની વાત પાઠ્યક્રમમાં સામેલ કરાશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ