નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાની વેબસાઇટ અને પોર્ટલને પુછ્યું કે યુઝર્સ અંગેની ગુપ્ત માહિતી થર્ત પાર્ટી અથવા કંપનીને નહી આપવામાં આવે તે અંગે શું પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ અંગે વ્હોટ્સએપએ સુપ્રીમ કોર્ટમાં અંડર ટેકિંગ આપી કે તેઓ પેરેન્ટ કંપની ફેસબુક સાથે માત્ર ફોન નંબર મોબાઇલ ડિવાઇસનાં ટાઇપ અને રજીસ્ટ્રેશન અને લાસ્ટ સીન જેવી માહિતી જ શેર કરશે.
સુપ્રીમ કોર્ટે વ્હોટ્સએપને આ અંડરટેકિંગનાં સંદર્ભમાં 4 અઠવાડીયાની અંતર વિસ્તૃત હલફનામું દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આગામી સુનવણી 28 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે ફેસબુક અને વ્હોટ્સએપ કોઇ પણ યુઝરનો ડેટા કોઇ અન્ય પાર્ટી સુધી ન પહોંચાડે. આ કારણે કોર્ટે વ્હોટ્સએપનું આ હલફનામું રજુ કરવા માટે કહ્યું છે. સાથે જ જણાવી દઇએ કે ઇન્સટન્ટ મેસેન્જિંગ એપ વ્હોટ્સએપ હવે બિઝનેસ ટૂલ તરફ ધ્યાન આપી રહ્યું છે. અગાઉ બિઝનેસ અંગેનાં વ્હોટ્સએપનાં સ્ક્રીન શોટ અને અહેવાલો પણ આવી રહ્યા હતા. જો કે હવે કંપનીએ અધિકારીક રીતે તેની જાહેરાત કરી દીધી છે. કંપનીએ પોતાનાં બ્લોગ પોસ્ટમાં કહ્યું કે વ્હોટ્સએપ નવા ફિચરનું ટેસ્ટિંગ કરશે.
રિપોર્ટસ અનુસાર વ્હોટ્સએપ આ ટૂલ દ્વારા હવે પૈસા કમાવા માંગે છે. કારણ કે થોડા સમય અગાઉ વ્હોટ્સએપ દ્વારા યુઝર્સ પાસેથી પૈસા લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં તેને બંધ કરી દેવામાં આવ્યું. વ્હોટ્સએપ પોતાનાં પ્લેટપોર્મ પર હાલ જાહેરાત નથી દેખાડવામાં આવતી. માટે કંપની હવે બિઝનેસ ટૂલનાં માધ્યમથી કમાણી કરવાની તૈયારીમાં દેખાય છે.