આજે BJP 89 ઉમેદવારના નામ જાહેર કરશે, લાગશે આખરી મહોર

By : KiranMehta 08:16 PM, 14 November 2017 | Updated : 08:34 AM, 15 November 2017
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. બન્ને તબક્કાના નામોની યાદી સીલ બંધ કવરમાં મોકલી દેવામાં આવી છે. 

આ નામો અંગે આજે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની આગેવાનીમાં બેઠક મળશે તથા સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે જેમાં આ તમામ નામો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હાજર નહીં રહે. 

બીજી તરફ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમામ નામો પર સર્વ સંમિતી સધાઈ ગઈ છે. તો ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સીનિયર આગેવાનોની ટિકિટ કપાઈ છે. તો 20થી વધુ બેઠકો પર એકદમ નવા જ ચહેરાની તક આપી છે. અમદાવાદની મણીનગર બેઠક પર મહિલાને ટિકિટ આપવામાં આવી શકે છે. 

આ તરફ આનંદીબહેન પટેલ કે તેમની દીકરી અનાર પટેલ પર સસ્પેન્સ યથાવત છે. તેઓ ચૂંટણી લડશે કે કેમ ? તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. આ સાથે પાટીદાર, દલીત, ક્ષત્રિય અને OBC સમાજને સૌથી વધુ તક આપવામાં આવી છે.
 
નામ નક્કી, જાહેરાત બાકી  
 • ભાજપના ઉમેદવારોના નામોની યાદી ન[ાૃ 
 • હાઈકમાન્ડને સીલ બંધ કવરમાં મોકલાઈ યાદી 
 • નામો અંગે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક 
 • બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ રહેશે ઉપસ્થિત 
 • સાંજે 5 કલાકે મળશે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 
 • તમામ ઉમેદવારોના નામ પર સર્વ સંમતિ સાધી લેવાઈ 
 • મોટા ભાગની બેઠકો પર સિંગલ નામ કરાયા તૈયાર 
 • સીનિયર આગેવાનોની ટિકિટ કાપવામાં આવી-સૂત્ર 
 • પાર્ટી 20થી વધુ નવા જ ચહેરા ઉતારી શકે છે 
 • મણિનગરથી મહિલા ઉમેદવારને અપાઈ શકે છે ટિકિટ 
 • આનંદીબહેન પટેલ પર સસ્પેન્સ યથાવત્ 
 • ચૂંટણી લડશે કે કેમ ? તેના પર સસ્પેન્સ યથાવત્ 
 • પાટીદાર, આદીવાસી, દલિત, OBCને અપાશે સૌથી વધારે ટિકિટ 
 • મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાની સંભાવના નહીંવત 
 • જેમના નામ સેન્સમાં હતા નહીં તેમને પણ મળી શકે છે એન્ટ્રી 

પહેલી યાદી, છેલ્લું મંથન આવતીકાલે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરાશે, દિલ્લી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નામ જાહેર કરાશે, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે, પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેના નામ જાહેર કરાશે, આવતીકાલે સાંજે 6.00 કલાકે ઉમેદવારોના નામની જાહેરાત કરાશે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામને અપાશે આખરી ઓપ, CM વિજય રૂપાણી અને જીતુ વાઘાણી આવતીકાલે દિલ્લી જશે.  Recent Story

Popular Story