આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. તો વળી સોમવાર અને અમાસનો સંયોગ પણ આજે થયો છે. શિવાલયો વહેલી સવારથી જ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યાં છે. પ્રથમ જર્યોર્તિશલગ સોમનાથ સહિત દ્વારકા નાગેશ્વર તેમજ દરેક શિવાલયોમાં આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. તો વળી સોમવાર અને અમાસનો સંયોગ પણ આજે થયો છે. શિવાલયો વહેલી સવારથી જ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યાં છે. પ્રથમ જર્યોર્તિલિંગ સોમનાથ સહિત દ્વારકા નાગેશ્વર તેમજ દરેક શિવાલયોમાં આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દાદા સોમનાથના દર્શન કર્યા. પત્નિ અંજલી બહેન સાથે તેમણે દાદા સોમનાથની વિશેષ પૂજા કરી. આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. વળી સોમવાર અને અમાસનો સંયોગ છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ આજના દિવસે દર્શન કરવાનો વિશેષ લાભ લીધો હતો.