જમ્મુ કાશ્મીર: છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોની સાથે દિવાળી ઊજવી રહ્યા છે. એ એલઓસી નજીક આવેલા ગુરેજ સેક્ટરમાં જવાનોની સાથે દિવાળી ઊજવી રહ્યા છે. આ પહેલા મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી. મોદીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સંદેશમાં લખ્યું 'દિવાળીના પાવન અવસરે દરેક દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા.'
પીએમ અહીંયા સવારે 10:47 વાગ્યો પહોંચ્યા. પ્રદાનમંત્રી સાથે સેનાધ્યક્ષ બિપિન રાવત પણ હાજર હતા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પણ અંડમાન નિકોબારમાં ત્રણે સેનાઓની કમાન સાથે દિવાળી ઊજવશે. સીતારમણ આજથી બે દિવસ માટે અંડમાન નિકોબારની મુલાકાતે છે. આ પ્રસંગે એ વિવિધ સમારોહ દરમિયાન જવાનોના પરિવારના લોકો સાથે વાતચીત પણ કરશે.
પ્રધાનમંત્રી છેલ્લા 3 વર્ષથી જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ 2014માં એમણે પોતાની દિવાળી સિયાચિનમાં સેનાના જવાનો સાથે ઊજવી હતી.