ઇન્વેસ્ટર્સ સમિટથી UP માલામાલ, PM મોદીએ આપી ડિફેન્સ કોરિડોરની ભેટ

By : krupamehta 01:34 PM, 21 February 2018 | Updated : 01:34 PM, 21 February 2018
ઉત્તર પ્રદેશમાં બુધવારથી શરૂ થયેલ ઇન્વેસ્ટર્સ સમિટનું પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું છે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સમિટને સંબોધિત કરતા જ્યાં રાજ્યમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં રોકાણનો મંત્ર આપ્યો છે ત્યાં ડિફેન્સ કોરિડોરના વિસ્તારની પણ જાહેરાત કરી. 

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે યૂપીમાં બુનિયાદ તૈયાર થઇ ગઇ છે જેની પર ન્યૂ ઉત્તર પ્રદેશની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ થશે. પહેલાની સ્થિતિઓ માટે યૂપીના લોકોથી સારી રીતે કોણ જાણે. યૂપીના વિકાસનો  જે માહોલ આજે મળ્યો છે. એની ક્યારેય આશા નહતી. 

પીએમ એ કહ્યું કે યૂપી દેશમાં અહીંયા વિપરીત પરિસ્થિતિઓ બાદ પણ યૂપીના કોટિ ભાઇ બહેનોએ કામ કર્યું છે. પ્રશ્ન એ છે કે આગળ શું છે. શું યૂપી પોતાના સામથ્ર્ય સાથે પૂરો ન્યાય કરી રહ્યું છે. આજે દરેક ક્ષેત્રમાં યૂપીના વેલ્યૂ એડિશનની જરૂરીયાત છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનો લક્ષ્ય છે અને રાજ્યમાં નાના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ લાગે તો એનાથી ખેડૂતોની આવક વધશે સાથે રોજગાર માટેની તકો ઊભી થશે. લઘુ માધ્યમ ઉદ્યોગોને પણ રોજગારની સૌથી વધારે સંભાવના છે. 50 લાખ લઘુ ઉદ્યોગ છે. જેમાં લાખો લોકો કામ કરી રહ્યા છે. દેશમાં ઘણા એવા સેક્ટર છે જે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમની આવક વધારવાની છે. Recent Story

Popular Story