નવી દિલ્હી: ભારતને ચીનના વન બેલ્ટ વન રોડને ટક્કર આપવા માટે અમેરિકા સાથે હાથ મેળવ્યો છે. અમેરિકાએ એશિયામાં બે પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. હકીકતે ટ્રમ્પ પ્રશાસને "નવી સિલ્ક રોડ"(NSR)ની શરૂઆતને ફરીથી શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટમાં ભારત મહત્વની નિભાવશે. આ પરિયોજના ભારત અને પ્રશાંત આર્થિક કૉરિડોર દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાને જોડે છે.
નવી સિલ્ક રોડથી અમેરિકા-ભારતની સાથે હાથ મેળવી ચીનના આ વિસ્તારમાં દબદબો ઓછો કરવાની કોશિશ કરીશુ. આ પરિયોજનાનું એલાન વર્ષ 2011માં તત્કાલીન અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિંટને કરી હતી. હમણા જ ટ્રમ્પ પ્રશાસને આ યોજનાને ફરી ચાલૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે અમેરિકી સરકારે ફંડ પણ જાહેર કરી દીધું છે. ભારત પણ આ પરિયોજનાનું ભાગીદાર હશે.