નડિયાદના બરકોષિયા વિસ્તારમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.બારકોષિયા વિસ્તારમાં આવેલ લકી હાર્ડવેરમાં આગ લાગી હતી.
આગના સ્થળની બાજુમાં જ ગેસ બોટલનું ગોડાઉન આવેલ હતુ જેના કારણે આસપાસના રહીશોના જીવ તાળવે ચોટયાં હતા.જો કે ઘટનાની જાણ થતાં ફાયરની 5 ટીમ ઘટનાસ્થળો પહોંચી હતી અને આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી જ દેશમાં અઘટિત બનાવો બની રહ્યા છે ત્યારે આ પહેલા મુંબઇના કેટલાક સ્થળોએ આગ લાગી હતી તો આ આગમાં કેટલાય લોકોએ જીવ પણ ખોયા હતા.
ત્યારે આજે ફરી એકવાર ગુજરાતના વડોદરામાં ગેસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગના કર્મચારીઓની આગવી આવડતને કારણે આ આગને કાબૂમાં લેવાના સફળ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.