બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / બિઝનેસ / સ્પોર્ટસ / આ છે MS ધોનીના સાસુ શીલા સિંહ, જેઓ પહેલા હતા હોમ મેકર, હવે ચલાવે છે કરોડોની કંપની
Last Updated: 05:31 PM, 27 April 2024
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટિંગ વિશે તો દરેક વ્યક્તિ જાણતા હશે પરંતુ તેના બિઝનેસ વિશે ઓછા લોકો જાણતા હશે. તેની "ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ" નામની કંપની છે. જેનું કામકાજ ધોની કે તેની પત્ની સાક્ષી નહીં પણ તેની સાસૂ શીલા સિંહ સંભાળે. ધોનીએ તેની સાસૂને પોતાની કંપનીની CEO બનાવી છે.
શીલા સિંહ ફેમિલી મેમ્બર હોવાની સાથે ધોનીના બિઝનેસ વેન્ચરનું કામકાજ પણ સંભાળે છે. તેની સાસુએ આ કંપનીને સફળતા પણ અપાવી છે. ધોનીએ 2020માં તેની સાસુ શીલા સિંહને CEO બનાવી હતી. તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો છે. કારણ કે ધોનીની આ કંપની અનેક ઉપલબ્ધિઓ મેળવી રહી છે, અનેક સફળ પ્રોજેક્ટ પણ પાર પાડી રહી છે.
ધોનીની સાસુના મેનેજમેન્ટના કારણે અત્યારે "ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ"ની સંપત્તિ વધીને 800 કરોડથી વધુએ પહોંચી ગઈ છે. આ કંપનીનું કામ સંભાળતા પહેલા શીલા સિંહ તેમના ઘરનું કામ સંભાળતા હતા. કંપનીના મેઝોરિટી સ્ટેક સાક્ષી ધોની પાસે છે. આ કંપની ધોનીની નેટવર્થ 1030 કરોડમાં મહત્વનો રોલ ભજવે છે. કંપનીના ધોની અને સાક્ષી ડાયરેક્ટર છે. આ કંપની એક તમિલ મુવી પણ બનાવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, સાક્ષી અને ધોનીની પ્રથમ મુલાકાત વર્ષ 2007 એક મેચ વખતે કલકત્તાના પ્રવાસમાં થઈ હતી. તાઝ બંગાલ હોટલમાં ઈન્ટર્ન તરીકે કામ કરતી સાક્ષી અને ધોની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બાદમાં તેમને લગ્ન કરી દીધા હતા. આ ફેમિલીની બીજી એક રસપ્રદ વાત એ છે કે,ધોનીના ફાધર પાન સિંહ ધોની અને તેના સસરા આરકે સિંહ કનોઈ ગ્રુપની "બિનાગુરી ટી કંપની"માં સાથે કામ કરતા હતા. સાક્ષી ચેન્નઈ સ્થિત રાંચી રેજ હોકી ક્લબની કો-ઓર્નર છે. સાક્ષી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે. તેના પરિવાર સાથે પસાર કરેલા ખૂબસુરત પળોને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ