મકરસંક્રાન્તિઃ કેટલીક જગ્યાએ અલગ-અલગ નામોથી મનાવાય છે આ તહેવાર

By : HirenJoshi 09:13 PM, 10 January 2018 | Updated : 09:13 PM, 10 January 2018
મકરસંક્રાન્તિ એક એવો તહેવાર છે જે આખા ભારત દેશમાં મનાવવામાં આવે છે. પરંતુ અલગ-અલગ જગ્યાઓ પર આ પર્વને અલગ-અલગ નામોથી જાણવામાં આવે છે. આ તહેવારને પોષ મહીનામાં જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે, ત્યારે મનાવવામાં આવે છે. આ પર્વ જાન્યુઆરીના મહા મહીનાના 14-15માં દિવસે આવે છે. આ દિવસે સૂર્યની ઉતરાયણ પણ શરૂ થાય છે. જેના કારણે તે તહેવારને કેટલીક જગ્યાઓ પર ઉતરાયણી પણ કહેવામાં આવે છે.

ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર, મકર સંક્રાન્તિ વર્ષનો પ્રથમ તહેવાર છે. આ અનેક રાજ્યોમાં મનાવવામાં આવે છે. માત્ર એનું નામ અલગ છે. ત્યાં સુધી કે તહેવારને પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. તમિલનાડુંમાં આ તહેવારને પોંગલ નામથી તો કર્ણાટક, કેરળ અને આંધ્ર પ્રદેશમાં આને માત્ર સંક્રાંતિ કહેવામાં આવે છે. 

પોષ સંક્રાન્તિ
બંગાળમાં આ પર્વને પોષ સંક્રાન્તિના નામથી મનાવવામાં આવે છે. આ દિવસે અહીં સ્નાન કરીને તલનું દાન કરવાની પ્રથા છે. અહીં ગંગાસાગરમાં પ્રતિ વર્ષ વિશાળ મેળો થાય છે. કહેવામાં આવે છે કે, આ દિવસે જ ગંગાજી પાછળ-પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઇને સાગરમાં જઇ મળ્યા હતા. આ દિવસે લાખો લોકોની ભીડ ગંગાસાગરમાં સ્નાન-દાન માટે જાય છે.

મકર સંક્રમણ
કર્ણાટકમાં મકર-સંક્રાન્તિને મકર સંક્રમણ કહે છે. અહીં પણ પાકનો તહેવાર શાનથી મનાવવામાં આવે છે. આ તહેવાર પર બળદો અને ગાયોને સજાવીને  તેમની શોભા યાત્રા યોજવામાં આવે છે. આ પર્વ પર પતંગબાજી લોકપ્રિય પરંપરાગત રમત છે.

લોહડી
આ તહેવાર હરિયાણા અને પંજાબમાં એક દિવસ પહેલા લોહડીના નામથી મનાવવામાં આવે છે. આ દિવસે રાત થતાની સાથે જ આગ કરીને પૂજા કરવામાં આવે છે. મકાઇના દાળા, તલ, ચોખા, મગફળી જેવા પાકોની આહુતિ આપવામાં આવે છે. ત્યારબાદ આહુતિના કિનારે ફેરા લગાવે છે અને પછી ઢોલ પર ભાંગડા કરીને ખુશી મનાવે છે. પ્રસાદમાં લોકો એક બીજાને મગફળી, તલના લાડુ, રેવડી વગેરે વહેંચે છે.

ખિચડી
ઉત્તર પ્રદેશ અને પ.બિહારમાં આ પર્વને ખિચડીના નામથી ઓળખવામાં આવે છે. આ મુખ્યરીતે દાનનું પર્વ છે. આ દિવસે લોકો ચોખા, ચેવડો, અડદ, તલ, ગાય, વસ્ત્રો, ચાદર વગેરેનું દાન કરે છે.

તિલગુડ
મહારાષ્ટ્રમાં આ પર્વને તિલગુડના નામથી મનાવવામાં આવે છે. આ તહેવારને 3 દિવસ સુધી મનાવવામાં આવે છે. આના પર તલ અને ગોળ લગાવીને વહેંચવાની પ્રથા છે. તલ ગોળ વહેંચવાનો મતલબ છે જૂની દુશ્મની ભુલીને નવી શરૂઆત કરવી. આ દિવસે મહિલાઓ એકબીજાને તલ ગોળ વહેંચે છે.

માધ-બિહુ
આસામમાં આ પર્વને માઘ બિહુ અથવા ભોગાલી બિહુના નામથી મનાવવામાં આવે છે. આ પાક પાકવાની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવારને પહેલા દિવસ દરેક લોકો વાંસથી એક મંદિર જેવો આકર બનાવે છે જેમાં આસામી ભાષામાં મેજી કહેવામાં આવે છે. બીજા દિવસે સૂર્યોદય પહેલા દરેક લોકો સ્નાન કરે છે અને મેજીને પ્રગટાવે છે.

તાઇ પોંગલ, ઉઝવર તિરૂનલ
તમિલનાડુમાં મકરસંક્રાન્તિને પોંગલના રૂપમાં ચાર દિવસ સુધી મનાવવામાં આવે છે. તહેવારના પહેલા દિવસે ભોગી-પોંગલ, જેમાં કચરો ભેગો કરીને સળગાવામાં આવે છે. આના બીજા દિવસ સૂર્ય-પોંગલ, જેમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે મટ્ટુ પોંગલના દિવસે પશુધનની પૂજા કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે કન્યા-પોંગલના અવસરે સ્નાન કરીને ખુલ્લા આંગણામાં માટીના વાસણમાં ખીર બનાવવામાં આવે છે, જેને પોંગલ કહેવામાં આવે છે.

ઉતરાયણ
ગુજરાત અને ઉતરાખંડમાં આ પર્વને ઉતરાયણ કહેવામાં આવે છે. જેનો મતલબ છે સૂર્યનો ઉત્તરમાં આવવો અથવા ફરિ સૂર્યનો પૂર્વથી ન નિકળીને થોડું ઉત્તર દિશામાંથી નિકળવું. આ અવસર પર આ અવસરે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાય જાય છે. ગુજરાતી લોકો સંક્રાન્તિને એક શુભ દિવસ માને છે.Recent Story

Popular Story