બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

VTV / સ્પોર્ટસ / Cricket / યુવરાજસિંહ બન્યો T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસડર, યુવીએ કરી દિલ સ્પર્શી લે તેવી વાત

સ્પોર્ટ્સ / યુવરાજસિંહ બન્યો T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસડર, યુવીએ કરી દિલ સ્પર્શી લે તેવી વાત

Last Updated: 11:02 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે બ્રાન્ડ એમ્બેસેડરના નામની જાહેરાત કરી છે. ICCએ આ જવાબદારી યુવરાજ સિંહને સોંપી છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ જૂન 2024માં શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. ICCએ આ ટુર્નામેન્ટ માટે એક ભારતીય બેટ્સમેનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે. જે પછી ચાહકો તેના પહેલા T20 વર્લ્ડ કપમાં 6 બોલમાં ફટકારેલી 6 છગ્ગાને યાદ કરી રહ્યા છે.

T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસડર બન્યો યુવરાજ સિંહ

ભારતીય ક્રિકેટ જગતના ધુરંધર ક્રિકેટર યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે ટૂર્નામેન્ટ શરૂ થવામાં માત્ર 36 દિવસ બાકી છે અને આ દરમિયાન યુવરાજ સિંહ અમેરિકામાં યોજાનાર અનેક પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાગ લેશે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ અમેરિકામાં યોજાનાર ઘણા પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાગ લેશે. ખાસ કરીને 9 જૂને ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તેની હાજરી ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરશે. આ જાહેરાત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007નાં T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા, જે માટે આજે પણ ચાહકો તેમણે યાદ કરે છે. એ જ વર્ષે ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.

યુવરાજ સિંહે વ્યક્ત કરી ખુશી

પોતાની ખુશી વ્યક્ત કરતાં યુવરાજ સિંહે કહ્યું કે T20 વર્લ્ડ કપ મારા ક્રિકેટ કરિયરની સૌથી યાદગાર ઘટનાઓમાંથી એક છે. એક ઓવરમાં છ સિક્સર મારવી એ પણ તેનો એક ભાગ હતો. આ વખતે પણ તેનો ભાગ બનીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આને અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું, વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટનો માહોલ જબરદસ્ત હોય છે. અમેરિકામાં પણ ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ દ્વારા ત્યાં ક્રિકેટના પ્રચારમાં સામેલ થવું મારા માટે ગર્વની વાત છે. યુવરાજ સિંહે વધુમાં કહ્યું કે, ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ વિશ્વના સૌથી મોટા ખેલ મુકાબલામાંથી એક હશે. આ ઐતિહાસિક મેચનો ભાગ બનવું અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને નવા સ્ટેડિયમમાં રમતા જોવા મારા માટે સૌભાગ્યની વાત છે.

વધુ વાંચો: KKR vs PBKS: 42 છગ્ગા, 523 રન અને વર્લ્ડ રેકોર્ડ રનચેઝ..., T20 ઈતિહાસમાં પ્રથમવાર તૂટ્યો સિક્સરનો રેકોર્ડ

ICC જનરલ મેનેજરને યાદ આવી યુવરાજની સિક્સ

ICC માર્કેટિંગ હેડ ક્લેર ફર્લોંગે કહ્યું કે યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો અમારા માટે સન્માનની વાત છે. તે T20 વર્લ્ડ કપના પ્રતીક બની ગયા છે. 2007માં તેમણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને ટૂર્નામેન્ટ જીતી હતી. ક્રિસ ગેલ અને ઉસૈન બોલ્ટની સાથે આ ટુર્નામેન્ટના પહેલા ઘોષિત બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બધાના સાથે જોડાવાથી આ અત્યાર સુધીનો સૌથી ધમાકેદાર T20 વર્લ્ડકપ બનવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ