બેંકોની સમસ્યા પૂર્ણ કરવા માટે અહીંના મંદિરમાં થઇ વિશેષ પૂજા

By : krupamehta 03:44 PM, 21 February 2018 | Updated : 03:44 PM, 21 February 2018
તાજેતરમાં જ સામે આવેલી PNBની છેતરપિંડીની બાબતે આખા દેશને હચમચાવી દીધો છે. એની સાથે જ પેન કંપની રોટોમેકના માલિક વિક્રમ કોઠારી પર પણ કોંભાડનો આરોપ લાગી રહ્યો છે. એના પહેલા દારૂના વેપારી વિજય માલ્યાએ ઘણી બેંકોને કરોડોનો ચૂનો લગાવી દીધો છે. 

એવામાં બેકિંગ પ્રણાલીમાં રાજકીય અને સરકારી હસ્તક્ષેપથી બચાવવા અને એને ફરીથી પાટા પર લાવવા હૈદરાબાદના એક મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવી. રંગા રેડ્ડી જિલ્લાના ચિલકુર બાલાજી મંદિરમાં એક વિશેષ પૂજા 'ચક્રબાજા મદાલા અર્ચના કરવામાં આવી.'

મંદિરના મુખ્ય પૂજારી ડોક્ટર સૌદરાજન અને સીએસ ગોપાલકૃષ્ણએ કહ્યું કે આ પ્રકારના આહ્વાનથી લેણદારોને ધનની વસૂલીમાં મદદ મળશે. જો કે એ મોટા ડિફોલ્ટર છે. મંદિરના એક પૂજારીએ જણાવ્યું કે આ એક ગંભીર સંકટ છે. ઘણા બધા કોર્પોરેટ કંપની દ્વારા ભારતીયોએ ઘણી મહેનતથી જમા કરેલા રૂપિયા લૂંટાઇ રહ્યા છે. 

ચિલકુર મંદિરમાં હજારો ભક્તોએ 'રૂના વિમોચન નૃસિંહ સ્તોત્રમ'ના વિશેષ જપથી સિંહ દેવને જગાડવાનું આહ્વન કર્યું. પૂજારીએ લોકોને અપીલ કરી હતી કે એ જપ કરે, કારણ કે પાટા પરથી ઊતરેલી બેકિંગ સિસ્ટમને સાચા રસ્તા પર લાવી શકાય. Recent Story

Popular Story