હાર્દિકના સમર્થકોની ગુંડાગીરી, કારની કરી તોડફોડ, હાર્દિકનો રૂપાલમાં થયો વિરોધ

By : KiranMehta 11:05 PM, 18 November 2017 | Updated : 11:05 PM, 18 November 2017
હાર્દિક પટેલનો વિરોધ કરનાર પર હાર્દિક સમર્થકોએ હુમલો કરતાં ચકચાર મચી છે. માણસા નજીક સરઢવ ગામે હાર્દિકના કાફલાએ પોતાનો રોષ એક સ્થાનિક પર ઉતાર્યો હતો. હાર્દિકના કાફલાએ સ્થાનિક વ્યક્તિની ગાડી તોડી નાખી હતી અને વિરોધ કરનાર યુવક પર હુમલો કર્યોહતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની માણસામાં રાત્રે જાહેર સભા યોજાવાની છે ત્યારે આ પ્રકારની ઘટનાના કારણે વધારે તંગદીલી ફેલાઈ છે. 
 
  • હાર્દિકના કાફલાએ સ્થાનિક વ્ચકિતને માર્યો 
  • હાર્દિકનો વિરોધ કરનાર પર હાર્દિક સમર્થકોએ હુમલો કર્યો
  • માણસા નજીક સરઢવ ગામે બન્યો બનાવ 
  • હાર્દિકના કાફલાએ સ્થાનિક વ્યકિતની ગાડી તોડી નાંખી 

હાર્દિક પટેલ દ્વારા ઠેર-ઠેર સભાઓ કરવામાં આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ રૂપાલ ગામ સભા કરવા માટે ગયો હતો. ત્યારે હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો. હાર્દિક પટેલના સમર્થકોએ વિરોધ કરવા આવેલા લોકોને ભગાડયા હતા, અને વિરોધ કરવામાં આવી રહ્યા લોકો પૂતળા લઈને આવ્યા હતા. ત્યારે હાર્દિકના સમર્થકોએ પૂતળાને પણ તોડી નાખ્યુ હતુ.Recent Story

Popular Story