બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ambalal Patel predicts scorching heat in Gujarat

આગાહી / ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ

Vishal Khamar

Last Updated: 02:13 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 24 થી 27 એપ્રિલ વચ્ચે કાળઝાળ ગરમી પડવીની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે.. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો મુશ્કેલીમાં
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છેકે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબ સાગર  ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે. 
 

ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો

  • ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
  • વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
  • તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
  • આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
  • ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
  • બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી

આટલું  કરશો

  • બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું,  ઉઘાડા પગે બહાર ન જવું
  • બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
  • બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
  • પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા

થોડી વધુ સાવચેતી

  • શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો
  • ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરૂ નાંખેલું કચુંબર "લૂ" સામે રક્ષણ આપે છે.
  • સૂક, પાંદડા, ખેતીનો કે અન્ય કરચો બાળશો નહીં.
  • ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુક્ર, બળતણ અને ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો

વધુ વાંચોઃ અમદાવાદ: રસ્તા વચ્ચે મોત નોંતરતા વૃક્ષો, રિયાલિટી ચેકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી, જુઓ વીડિયો

ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી

  • વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો
  • પાકનાં વિકાસનાં મહત્વનાં સ્તરે સિંચાઈની માત્રા વધારો
  • નિંદામણ કરીને જમીનનાં ભેજનું પ્રમાણ જાળવો
  • પશુઓને છાંડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠુંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો
  • પશુઓને સવારનાં 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
  • મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
  • પશુઓને આહારમાં લીલી ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
  • પશુઓનાં આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ