બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું કોઈ મહિલાને સ્વીટી કે બેબી કહી શકાય? હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો

ન્યાયિક / શું કોઈ મહિલાને સ્વીટી કે બેબી કહી શકાય? હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો

Last Updated: 09:14 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું કોઈ મહિલાને સ્વીટી કે બેબી કહી શકાય? કોલકત્તા હાઈકોર્ટે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

મોર્ડન સમાજમાં કેટલાક લોકો મહિલાઓને સ્વીટી કે બેબી કહીને સંબોધતાં હોય છે. પરંતુ કોઈ મહિલા માટે સ્વીટી કે બેબી જેવા શબ્દો વાપરવા યોગ્ય છે કે નહીં? શું આ શબ્દો યૌન શૌષણ ગણાય? કોલકત્તા હાઈકોર્ટે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. એક મહિલાએ પોતાના સીનિયર પર આરોપ લગાવવાના કેસમાં કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.

સ્વીટી કે બેબી શબ્દ જાતિય ભાવના સાથે સંકળાયેલા ન પણ હોય

આઇસીસીએ અધિકારી દ્વારા કહેવામાં આવેલા આ શબ્દોને ખોટા ગણાવ્યા હતા. આ પછી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદીના વાંધા બાદ આરોપીએ સ્વીટી અને બેબી શબ્દોનું પુનરાવર્તન કર્યું નથી. કેટલાક સામાજિક વર્તુળોમાં આ શબ્દો પ્રચલિત હોઈ શકે છે. તે જરૂરી નથી કે તેઓ હંમેશાં જાતીય ભાવના સાથે સંકળાયેલા હોય. મહિલાના આરોપોની કોઈ સાક્ષી ન હતી. ફરિયાદ પણ મોડેથી દાખલ કરવામાં આવી હતી. તેમજ આઇસીસીને આ આરોપોની તપાસ માટે સીસીટીવી ફૂટેજ જેવા કોઈ પુરાવા મળ્યા નહતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે, મહિલાઓની જાતીય સતામણી એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન ઓફ હેરેસમેન્ટ ઓફ વિમેન્સ ઓફ વિમેન એક્ટ)ની જોગવાઈઓનો દુરુપયોગ કરવામાં આવે તો તે મહિલાઓ માટે અડચણો ઉભી કરી શકે છે.

વધુ વાંચો : 'જલેબીવાળા'એ 120 છોકરીઓ પર રેપ કરીને વીડિયો બનાવ્યો, હાર્ટએટેકથી મર્યો, કેવી રીતે ફસાવી?

કોસ્ટ ગાર્ડની મહિલાએ લગાવ્યો હતો આરોપ

વાસ્તવમાં કોસ્ટ ગાર્ડની એક મહિલાએ પોતાના સીનિયર પર આરોપ લગાવ્યો હતો કે તે અલગ-અલગ રીતે તેની જાતીય સતામણી કરી રહ્યો છે. આમાં તેને 'સ્વીટી' અને 'બેબી' કહેવાનો સમાવેશ થાય છે. આ મામલો આઈસીસી (આંતરિક ફરિયાદ સમિતિ) સુધી પહોંચ્યો હતો. આરોપીએ કહ્યું કે તેણે તેની જાતીય સતામણી કરવાના હેતુથી શબ્દોનો ઉપયોગ કર્યો નથી. એટલું જ નહીં, જ્યારે મહિલાએ આ શબ્દોનો વિરોધ કર્યો, ત્યારે તેણે ક્યારેય 'બેબી' કે 'સ્વીટી' કહ્યું નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ