બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
VTV / ગુજરાત / અમદાવાદ / બાપ રે! અમદાવાદથી અંદાજે 20 કિમીના અંતરે ધમધમી રહી છે ફટાકડાની જોખમી ફેક્ટરીઓ, ક્યાં ગયા સત્તાધીશો?
Last Updated: 10:22 PM, 9 May 2024
આપણે ત્યાં ફટાકડા વગર દિવાળી જ અધૂરી ગણાય છે. જોકે હાલ દિવાળી તો નથી. પરંતુ વાત ફટાકડા બનાવતી ફેક્ટરીઓની છે. જે અમદાવાદ નજીક સેફ્ટી સર્ટિફિકેટ વગર જ ધમધમી રહી છે.
ADVERTISEMENT
વાંચ ગામે જોખમી ફેક્ટરીઓ
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા જ અમદાવાદ નજીક આવેલા વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા એક શ્રમિકનું મોત થયું હતું. જે બાદ આ ઘટનામાં સેફ્ટીનો અભાવ સામે આવ્યો. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ વાંચ ગામે ધમધમતી ગેરકાયદે ફેક્ટરીઓના રિયાલિટી ચેક માટે પહોંચી તો. જાણવા મળ્યું કે, વાંચ ગામમાં 65 થી વધુ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે જેમાંથી માત્ર 25 ફેક્ટરીઓ પાસે જ ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે. બાકીની ફેક્ટરીઓ લાયસન્સ વગર જ ધમધમી રહી છે. એટલું જ નહીં જેટલા કિલો સલ્ફર ગંધક રાખવાનો પરવાનો મળ્યો હોય તેનાથી વધુ દારૂખાનું રાખી રહ્યા છે.
ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન
ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓ પર તંત્રના ચાર હાથ છે તે વાત તો પાક્કી છે. પરંતુ જોખમને લઈને એક્સપર્ટનું શું કહેવું છે જરા તે પણ સાંભળો. મહત્વનું છે કે, હાલ 25 ફેક્ટરીઓ પાસે જ લાયસન્સ છે.. અને ઘણી ફેક્ટરીઓના લાયસન્સ રિન્યુ કરવાના બાકી છે.. છતાં ફેક્ટરી માલિકો નિરસતા દાખવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ઊંઘતું તંત્ર વધુ કોઈ દુર્ઘટનાની રાહ જોય છે કે, પછી ગેકકાયદે ધમધમતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT