બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Vastrapur Stone Pelting case, Complaint against PI Govind Bharwad

અમદાવાદ / વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલે PI ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ, પત્રિકામાં નામ લખાવવા મુદ્દે થઈ હતી બબાલ

Vidhata

Last Updated: 03:47 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્ત્રાપુરમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. આ મામલે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે ભરવાડવાસમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું. ત્યારે હવે આ મામલે પોલીસે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 9 મેના રોજ થવાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, PI ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું. હવે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે PI ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા છે, જયારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ACP, એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે ગઈકાલે ભરવાડવાસનાં બે ટોળા વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા 70 વર્ષીય મહિલાને છાતીના ભાગે પથ્થર વાગતા તેમનું મૃત્યુ થયું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 

વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો

પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનારના પરિજનોને ખાતરી આપી છે કે તેઓ બંને એટલી જલ્દી આરોપીઓને પકડી પાડશે. પોલીસે જણાવ્યું કે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ઘટનામાં સામેલ પીઆઈ સામે પણ તપાસ ચલાવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ