બનાસકાંઠાઃ આબુરોડ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

By : HirenJoshi 02:53 PM, 20 February 2018 | Updated : 02:53 PM, 20 February 2018
બનાસકાંઠાઃ આબુરોડ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં જીપમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગાયને બચાવવા જતા ઘટના બની હતી. હાલ ઇજાગ્રસ્તોને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાતા નજીકના લોકો દોડીને ગયા હતા. અકસ્માતનો ભોગ બનનારા લોકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.Recent Story

Popular Story