તો આ કારણથી અભિષેક ઐશ્વર્યાની ફોટો લેનાર ફોટોગ્રાફર પર ભડક્યો

By : juhiparikh 06:15 PM, 13 November 2017 | Updated : 06:15 PM, 13 November 2017

સેલિબ્રેટી ખાસ કરીને ફિલ્મ અને ટેલિવિઝનની એક્ટ્રેસ ક્યારેક પોતાના કપડાને કારણે શરમજનક સ્થિતિમાં મૂકાઇ જતી હોય છે. કેમેરા હંમેશા તેમની તરફ રહેતા હોવાથી તેમની આવી સ્થિતિની ફોટોઝ પણ થોડા સમયમાં વાયરલ થઇ જાય છે.

તાજેતરમાં જ આવી એક ઘટના ઐશ્વર્યા રાય બચ્ચન સાથે બની હતી. થોડા સમય પહેલા ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે બોલિવુડના જાણીતા ડિરેક્ટર કરણ જોહર અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ડિનર પાર્ટીમાં ગયા હતા. જ્યાં ઐશ્વર્યા ડેનિમનો ડ્રેસ પહેરીને આવી હતી. ઐશ્વર્યાનો ખોટા એન્ગલમાં ફોટો ક્લિક કરવાને કારણે અભિષેક ફોટોગ્રાફ પર ગુસ્સે થયો હતો.

વાસ્તવમાં મનીષ મલ્હોત્રાની પાર્ટી પૂરી થયા પછી જ્યારે ઐશ્વર્યા અને અભિષેક બહાર નીકળ્યા, ત્યારે ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા. ઐશ્વર્યા જ્યારે કારમાં બેસવા ગઇ ત્યારે ફોટોગ્રાફર ફોટો ક્લિક કરવા લાગ્યા હતા પરંતુ ઐશ્વર્યાની ડ્રેસ શોર્ટ હોવાને કારણથી તેણે ખોટી ફોટો ક્લિક થઇ ગઇ હતી. જેના કારણે તે ઓકવર્ડ ફિલ કરી રહી હતી. જ્યારે આ ઘટના પર અભિષેકનું ધ્યાન ગયુ ત્યારે તે ફોટોગ્રાફર પર ગુસ્સે થયો હતો અને ફોટો ડિલીટ કરવા માટે કહ્યુ હતુ. તેમ છતાં ઐશ્વર્યાની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી.
Recent Story

Popular Story