મહેસાણામાં કારની અડફેટે બાઇક પાર્ક કરીને ઉભેલા 3 યુવકોના મોત

By : HirenJoshi 09:06 AM, 14 November 2017 | Updated : 09:29 AM, 14 November 2017
મહેસાણાઃ કારની અડફેટે મહેસાણામાં 3 યુવકોના મોત થઇ ગયા. આ અકસ્માત વિસનગર ખેરાલુ રોડ પાસે આવેલા પાલડી ગામ નજીક થયો હતો. યુવકો બાઇક પાર્ક કરીને ઉભા હતા. આ દરમિયાન કાર ચાલકે અડફેટે લેતાં ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. યુવકો ત્યાં ચોકડીમાં ઉતરીમાં ગયેલી જીપને જોવા ઉભા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો. જેમાં 3 યુવકોના મોત થઇ ગયા.

ઉલ્લેખનીય છે કે ચોકડીમાં ઉતરી ગયેલ જીપને જોવા માટે ત્રણેય યુવકો બાઇકને પાર્ક કરીને ઉભા હતા. તેવામાં અચાનક એક કારે ત્રેણય યુવકોને અડફેટે લીધા હતા. જેવામાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.Recent Story

Popular Story