દરેક વ્યક્તિ સવારે ઉઠે ત્યારે એક જ વાત વિચારે છે કે આજનો દિવસ સારો અને પ્રગતિકારક નિવડે પરંતુ તેની કુંડળીમાં ગ્રહની સ્થિતી વિરૂધ્ધ હોય તો સમજો કે તમારો ખરાબ સમય શરૂ થઇ ગયો છે.શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે કે જ્યારે કોઇ વ્યક્તિના ખરાબ સમયની શરૂઆત થવાની હોય તે પહેલા કેટલાક સંકેતો મળવા લાગે છે જેના દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે કે આવનારા સમયમાં કોઇ અશુભ ઘટના બનવાની છે.
અચાનક તમારી કોઇ ચીજ-વસ્તુઓ ખોવાઇ જવા લાગે તો સમજવું કે તમારા ખરાબ સમયની શરૂઆત થઇ રહી છે.ખરાબ સમય શરૂ થવાની શરૂઆત થાય તે પહેલા તમારા કાર્યમાં રૂકાવટ આવે છે જે કાર્યો સરળતાથી પુર્ણ થઇ જતાં તે પુર્ણ થતાં ઘણો લાંબો સમય લાગે છે.
આ સાથે ઘણા કિસ્સામાં એવું બને છે કે ઘરમાં રહેલા પાલતું પ્રાણીઓ બીમાર થવા લાગે છે.પરિવારના સભ્યો વચ્ચે તણાવ સર્જાવા લાગે છે અને આર્થિક તંગી પણ જોવા મળે છે.